લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૯
ઘણે વખતે.


મ્હોટી બેન હતી, લીલાના પ્રસંગોની એને ખબર હતી. એજ લીલા અત્યારે એના એ અરવિન્દ સાથે પ્રેમકથામાં પડી હતી એથી એને શાતિ થઈ. પણ તે જ ક્ષણે બહેન કરતાં પણ વધારે વહાલી તરલાની સ્થિતિ યાદ આવતાં ગ્લાની[] થઈ. એક બાજુ આ બન્ને હૃદયો છૂટાં પડેલાં જોડાય છે ત્યારે બીજી બાજુ જોડાયેલાં હૃદય છૂટાં પડે છે ! હું શું કરું કે તરલા સુમનલાલની થાય! સુમનલાલના હૃદયમાંથી વ્હેમ શી રીતે કઢાવું? તરલા આવે છે એ ઠીક જ છે, ને તરલા આવે છે એ સુમનલાલને નથી કહ્યું એજ સારું છે. પણ સુમનલાલનો શો ભરોસો ! કાંઈ નાશી જાય તો? આપઘાત કરી બેસે તો? ના, ના. મ્હેં એમને દેખરેખ રાખવા કહ્યું તો છે. લીલા ! લીલા ! પરમેશ્વર તને સુખી રાખે, પણ તરલાનું જ્યાં સુધી સ્થીર થયું નથી ત્યાં સુધી ત્યારી આ બહેન જંપીને બેસવાની નથી.'

ઓરડામાં જવું હતું એટલે ઠાવકું મ્હોંરાખી દાખલ થઈને બોલીઃ 'અરવિન્દ ભાઈ! માફ કરજો. ગામડામાં રહેનારામાં આવી લુચ્ચાઈ હશે એ હે નહોતું ધાર્યું. આમ કોઈને ત્યાં મહેમાન થઈ એમના જ ઘરમાં છાની વાતો કરવી એ તમારા જેવાને માટે લાયક નથી.'

'ચંદા બ્હેન! બોલાવનારાં તમે જ હતાં. હવે તો તમારા હાથમાં આવવાના. તમને ન ગમતું હોય તો આ જઈએ, લ્યો.'

અરવિન્દ ઉોઠ્યો અને મહેમાનો પણ કલાક પછી જવા મંડયા. અરવિન્દને રાતના ઉંઘ ન આવી. ઉંઘતાં અને જાગતાં લીલાની મૂર્તિ કનડવા લાગી. મયદાનીયાની લીલા અને અત્યારની લીલા સરખાવવા લાગ્યો. તે વખતે પોતે ઉતાવળ કરી નાશી આવ્યો એમ લાગ્યું, આખી રાત પથારીમાં તરફડીયા માર્યા પછી સ્હવાર થતાં જ ઉઠ્યો. પરવારી લીલાના ઘર તરફ ગયો. ગઈ વખતે 'હું જ મૂર્ખો' કહેનારો


  1. ૧. શોકાતુર.