પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
૨૦૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

૨૦૦ તરલા અથવા ઉમિને આવેગ. ૨૨:૦૮, ૧૪ મે ૨૦૧૯ (IST)Vijay B. Barot (ચર્ચા) ~ Vijay B. Barot (ચર્ચા) ~ ૨૨:૦૮, ૧૪ મે ૨૦૧૯ (IST)~~ ૨૨:૦૮, ૧૪ મે ૨૦૧૯ (IST) જન્મ અરવિન્દ હોંશભર્યો જ હતો. લીલાના ઘરમાં પેસતાં જ જુને પટેલ મળે. અરવિન્દ ભાઈ ! તમે ક્યાંથી ? ઘણે વખતે ? આપને કેને મળવું છે? શેઠને કે બહેનને ? પટેલ અંદર ખબર કરવા ગયો ત્યાં અરવિન્દ અંદર દાખલ થયો. આ જ દાદર ! આ જ દાદર ઉપરથી નિરાશ થઈ હું ઉતરતા હતા. એ વખતે મહારા મનની શી સ્થિતિ હતી ! આમ થશે એમ કદી ધાર્યું હતું ?” આખા હોલમાં નજર કરી ને એ જ ચીજો હતી, પણ અત્યારે દરેકે દરેક ચીજ પ્રિય લાગતી હતી. અરવિન્દ આરામ ખુરશી ઉપર પડ્યા. સામે મોટો અરિસો હતા. એ અરિસામાં પિતાની જાતને જોતો હતો ત્યાં પાછળથી કાઈ આવતું હોય એમ લાગ્યું. નાજુક બંગડીઓનો મધુર અવાજ આવ્યો. અવાજ આવતાં વળી તતામાં નજર પડી, અને પ્રત્યક્ષ આંખ મળે તે પહેલાં પ્રતિબિમ્બ માં આંખ મળી અને તે હસ્યાંઅરવિન્દ ઉભા થયે. લીલા સામી આવી ઉભી. લીલાની પણ અરવિન્દના જેવી જ સ્થિતિ હતી. આખી રાત અરવિન્દના વિચારમાં ક્યાં ગઈ તેનું તેને ભાન નહોતું. ક્યારે સવાર પડે ને અરવિન્દ ક્યારે આવે એમ થતું હતું ત્યાં માજી આગળ પટેલે વધ આપી, અરવિન્દને જોવા લીલા બીજે રસ્તે થઈ આવી અને નેત્રથી જોઈ હૃદયને તિર્યું. “લીલા! લીલા ! શું ખરું છે ? “એ નહી બને” એવું સાંભજાવાનો વખત તે ફરી નહી આવે ને ?” અરવિન્દ ! હવે એ વાત સંભારી સ્વને દુઃખી ન કરે.” એટલામાં સામેથી લીલાની માતા આવી અને લીલા આદી ખસી ગઈ. માતા અરવિન્દ અને લીલાને જોતાં જ તેમના હૃદયના ભાવ સમજી ગઈ હતી. જે માતા અરવિન્દને ધિક્કારતી હતી, જે માતા ભૂજંગને જમાઈ કરવા તલપાપડ થઈ હતી તે જ માતાને અરવિન્દ ગમે ૧. પડછાયામાં.