પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૫
તરલા મુંબઈમાં.


એ ક્યાં છે? અહીં આવી એમણે શું કર્યું? શું કહ્યું? એમના વિનાની એક ઘડી મ્હને જુગ જેવી લાગે છે. એને એમણે ન કરવાનું કર્યું હાય! ભાભી ! કેમ બોલતાં નથી ?'

'તરલા બ્હેન ! શું બોલું ! તમારે માટે જીવ બળે છે. તમારી એક ટેવે આ બધું દુઃખ ઉત્પન્ન કર્યું છે. તરલા, શરત પછી બધું ઠ્ંડું પડયું હતું તે પાછું કયાંથી ઉપડયું ? ભૂજંગ માટે તમારો મોહ હજી ઓછો થયો નથી ? એમ હોય તો ચોખે ચોખું કહી દો ને ?'

'ભાભી ! હજી તમે મને નથી ઓળખી ? હું સાચું કહીશ. ભૂજંગલાલને એક વખત પરણવા માગતી હતી ખરી, પરંતુ એ મોહ તમારા શબ્દે ઉરાડી દીધો છે. સુમનની સુગંધ આવી છે, ભૂજંગ હવ સાપ જેવો લાગે છે.'

'તો પછી સુમનલાલે બોલાવ્યા હતાં ત્યાં ન જતાં શણગારભાભીને ત્યાં જવાની શી જરૂર હતી ?'

'ભાભી ! એમણે મને ચીઠીમાં લખ્યું હતું કે “એ નહી કાં હું નહી” એ શબ્દોએ મને ગભરાવી. રખેને એ ભૂજંગલાલનું ખૂન કરે, અને ખૂનની નાલેશી આવે એ બ્હીકે આડકતરી રીતે ચેતવવા ગઈ હતી, અને ગઈ તે સારું જ થયું. ગઈને હું ત્યાં જે કાનેકાન સાંભળ્યું ત્યારથી મ્હારા હૃદયમાં ભૂજંગની કાંઇપણ છાયા હતી તે સાવ નાશ થઈ ગઈ. હવે સુમન – સુમન સિવાય કાંઈ ગમતું નથી. ભાભી, બતાવો એમને. એમને પગે પડું, એમને હાથે મરું, હવે એ મને પરણે તો ઠીક ને ન પરણે તો હું એમની પાછળ જ ભમીશ. રખેને એ જાત ઉપર કાંઈ કરે ?'

'તરલા! હવે શું કહું ! કાલ ચર્ચગેટના સ્ટેશન ઉપર એજ થવાનું હતું. આપઘાત કરવાની ઈચ્છાથી જ એ પૂલ ઉપર ઉભા હતા ને આ છોકરાં જઈ ચઢ્યાં. બાકી આજ કોણ જાણે શુંયે થાત !'

'ભાભી! હાય, હાય ! એ બધું આ પાપીણીને લીધે જ. દુનિયામાં હું પાપીણી મનાઈ, મ્હારા સુમનનો પ્રેમ ખોયો. તમ જેવી