પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૭
તરલા મુંબાઇમાં.


હતો. દાદર ઉતર્યો, પેપર લીધું, વિચારમાં ને વિચારમાં બંગલે આવ્યો. તરલા અને ચંદા શ્વાસભેર બહાર નિકળ્યાં. વસન્તલાલને એકલો, મુંગો-દિલગીર જોઈ નણંદ ભોજાઈની ધીરજ રહી નહી, તરલા ભાઈની આગળ બોલી શક્તી નહી. 'ભાઈને મ્હારે માટે હલકો અભિપ્રાય થયો છે. હું એમની નજરમાં ખરાબ લાગી છું, મ્હારે લીધે જ સુમન કંટાળી આપઘાત કરશે એમ થયું છે.' તરલા–શંકાશીલ– નરમ ઘેંશ થયેલી તરલાનો આધાર માત્ર ચંદા. ચંદાને હજી વિશ્વાસ છે એ વિચારે જ તરલા જીવતી હતી. એટલામાં કીકી આવી અને બાપના હાથમાંથી પેપર લઈ લીધું. કીકીને પેપર વાંચવાની ટેવ પડી હતી. એને વ્યસન હતું. ખાધા વિના ચાલે પણ પેપર વિના ન ચાલે. નિશાળનું લેસન વાંચતાં પણ 'પેપર’ આવે તો તે પહેલું વાંચતી. બધું એ નહી પણ ઉપર ઉપરથી વાંચે તો જ એને ઠીક પડતું. કીકીએ 'પેપર’ નું વચલું પાનું ઉઘાડ્યું ને મોટા અક્ષરે છાપેલું નજરે પડ્યું. વાંચતાંની સાથે જ હંમેશની માફક તો બેલી ‘બા, બા, તરલા ફોઈ! આજે કોઈએ આપઘાત કર્યો. આપપાતનું નામ પડતાં જ વસન્તલાલ, તરલા અને ચંદા એકદમ ઉભાં જ થયાં. 'આપધાત! કોણે કર્યો? લાવ, જોઉં' બિચારી કીકીને સ્વપ્નમાં પણ ખ્યાલ નહી કે આપઘાતની આ ખબરથી આમ પોતાના જ કુટુમ્બમાં આટલો હાહાકાર વર્તાશે. ત્રણનાં ધડકતાં હદય, અશ્રુભીનાં નયન જોઈ એ તો હબકી જ ગઈ. વસન્તલાલે પેપર કુદાવી લીધું ને વાંચવા લાગ્યા. તરલા, ચંદાથી ન રહેવાયું. 'મોટેથી વાંચોને, કોનો આપઘાત છે?' વસન્તલાલે વાંચવું શરૂ કર્યું.

એક હિન્દુનો આપઘાત.

‘આજ બપોરના બે વાગ્યાના સુમારે એપલે બંદર ઉપર વાટ કલબની નજીકના વરંડા ઉપરથી કાઈક દરિયામાં પડયું એવો ધબકાર પાસે ફરતા પિલીસને સંભળાતાં તરત જ મછવાવાળાની મદદથી તપાસ કરી. ત્યાં અગાડી પાણી બહુ ઉંડું હોવાથી બહુ