પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


નોકર જઇ આવ્યો ને ખબર કહી કે સુમનલાલ અને તરલા બને મુંબાઈ ગયાં છે. આ સનાનના સમાચાર સાંભળતાં જ ભૂજંગલાલની એ તરફની આશાનો નાશ થયો. વીણા? વીણાએ તો ચોખ્ખું સંભળાવ્યું હતું કે 'તરલાને પૂછ્યા પછી વાત અને સ્નેહને કસોટીની જરૂર છે.' કસોટી પણ સ્નેહ હોય ર્હેને ને ? વીણા ગામમાં તપાસ કરશે તો ભૂજંગલાલના ગુણોની યાદી નિકળશે. એ યાદી સાંભળ્યા પછી તરલા-લીલાની હકીકત સાંભળ્યા પછી વીણા પરણવા તૈયાર થાય ખરી કે ? હવે ? આ તો હાથે કરી કુવામાં પડ્યા. ફજેતી થઈ. ન મળ્યા રામ કે ન મળી માયા ! હવે શું કરવું ? શણગારભાભીએ ભૂજંગલાલને આશ્વાસન આપ્યું. 'લીલા, તરલા, વીના ગયાં તો બીજી.' પરંતુ ભૂજંગલાલ હવે વધારે ડાહ્યો થયો હતો. દુનિયામાં ખત્તા ખાધા હતા. સારી સોસાયટીમાંથી દૂર થયો હતો. લીલા જેવી કોમળ હૃદયની કન્યાને મરણપથારીએ લઈ જનાર પોતે ગણાયે હતા. તરલાના પવિત્ર જીવન ઉપર કલંક આણનાર, ન્યાતજાતમાં ફજેતી કરાવનાર પોતે મનાયો. ન્યાતમાં-સોસાયટીમાં પ્રતિષ્ઠિત લોકો ભૂજંગલાલને આમંત્રણ આપતા નહોતા. અવિવાહિત *[૧] ઉમરલાયક કન્યાઓ ભૂજંગલાલનો સાપની માફક ત્યાગ કરતી. સ્ત્રીઓમાં ત્હેના નામના ગરબા ગવાતા હતા. આ બધું ભૂજંગલાલને કાને આવ્યું હતું અને હવે એને પોતાનું જીવન નિરસ લાગતું હતું. આમ છતાં વીણાનો તેની ઉપરનો મોહ ગયે નહોતા. બેચાર દિવસ કિશારીલાલને ત્યાં ન જતો અગર એ તે ન જતો તો હરબહાને વીના ભૂજંગલાલને બોલાવતી. ભૂજંગલાલ કેળવાયેલો હતો. બુદ્ધિશાળી, રસિક હતો એ વીણા સારી રીતે સમજતી. માત્ર નંદાના શિક્ષણે બાલ્યાવસ્થામાં સ્વતંત્ર જીવન ગાળેલું હતું તેના પ્રભાવે જ શિથિલ વૃતિવાળો થયો હતો. ઈશ્વરને માનતો નહોતો. બીના–દઢ મનની વીણા-સાપને સાંડસામાં પકડવા સરજાયેલી વીણાને ભૂજંગ જ ગમી ગયો હતો એ


  1. ૧. જેની સગાઈ ગઈ નથી એવી.