પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
અરવિંદ.

 નાનપણથી સાથે વાંચતાં, સાથે ફરવા જતાં. આમ છતાં તેઓને છેક એકાન્ત મળતી નહિ. તરલાનો નાનો ભાઈ કીકો હમેશાં સાથે ને સાથે રહેતો. એમની ન્યાતના નિયમ પ્રમાણે સગાઈ તોડાય એમ નહોતું. શારીરિક ખોડ કિંવા એવું જ સબળ કારણ ન બતાવાય ત્યાં સૂધી સગાઈનો સંબંધ તોડાય નહિ. આમ હોવાથી જો કે લગ્ન થયાં નહોતાં છતાં એક જ ઘરમાં રહેતાં હોવાથી લગ્ન થયાં મનાતાં. બન્ને હજી પવિત્ર જીવન ગાળતાં. તરલાનું વય અઢાર વર્ષનું હતું અને એના પિતાની ઈચ્છા એવી હતી કે એકવીસમે વર્ષે લગ્ન કરવું. તરલા કે સુમનલાલ બેમાંથી એક્કેને અસંતોષ કે અધીરાઈ નહોતી. બન્ને એકબીજાથી સંતુષ્ટ હતાં. અને આટલાં વર્ષ ગયાં તો ત્રણ વર્ષ આમ નિકળી જશે એમ માની પવિત્ર નિર્દોષ જીવન ગાળતાં હતાં. સુમનલાલે કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું હતું અને નોકરીમાં દાખલ થયા હતા.

સુમનલાલ કસ્ટમ્સ ઓફીસર હતો અને ઘણી વાર એની વગથી વસન્તલાલને ઓળખાવું પડતું. આ પ્રમાણે સુમનલાલ અને વસન્તલાલ વફાદારીભરી નોકરીથી, અમલદારોના મિલનસાર અને સ્નેહાળ સ્વભાવથી જનસમાજમાં પ્રીતિપાત્ર થઈ પડ્યા હતા.

વસન્તલાલ આબકારી ઓફીસર હતો, અને રોજના નિયમ પ્રમાણે કામથી પરવારી ઓફીસની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં પટાવાળો વિઝીટીંગ કાર્ડ લઈ આવ્યો. કાર્ડ ઉપર નામ વાંચતાં જ ચમક્યો, અને પટાવાળો ખસે તે પહેલાં બારણા તરફ દોડ્યો અને એક સદ્‌ગૃહસ્થને અંદર લાવ્યો.

‘અરે ! અરવિન્દ ! તું મુંબાઈમાં ? ક્યારનો આવ્યો છે? સામાન ક્યાં ? ઘેર કેમ ન આવ્યો ?’

‘હું હજી ચાલ્યો જ આવું છું. સામાન હોટલમાં. બારોબાર ત્હને મળવા જ આવ્યો છું.’

‘બહુ રાજી થયો. ઘણા દિવસથી મળું મળું થતું હતું પણ મ્હારાથી મુંબાઈ છોડાતું નથી ને ત્હને મુંબાઈ ગમતું નથી. પણ વાત