પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


જીવન કેવું છે? કોઈ મ્હને ઘરમાં પ્રેમથી બોલાવે નહી, મ્હને નિમંત્રણ આપે નહી, મ્હારે લીધે લીલા-તરલાએ આટલું સહન કર્યું અને હવે એ મારે માટે સારો અભિપ્રાય આપે ખરાં ?' ભૂજંગલાલ–સહેલાણી ભૂજંગલાલના હોંશકોશ ઉડી ગયા. એ વિણાને મળવા જતો, છેવટનો ઉત્તર આપવા વિનવતો. પરંતુ વીણા-હદયથી ચહાતી વીણા-પરંતુ ભૂજંગલાલના હૃદયમાંથી મળ કાઢવાની પ્રતિજ્ઞા કરનાર વીણા-વાત લંબાવતી અને આથી ભૂજંગલાલ વધારે ખિન્ન થતો.

ભૂજંગલાલે આખરે મુંબઈ જઈ ચંદા-લીલાને મળી તરલાની ક્ષમા માગી, વીણાને ભલામણ કરાવવા નિશ્ચય કર્યો અને માતાને જણાવ્યા વિના જ મુંબઈ ગયો હતો. પરંતુ સુમનલાલને પત્તો નથી, સુરત છે કે કેમ એ તાર સુરત આવતાં સુરતની નવરી ન્યાતમાં –બીજાનું ઘસાતું બોલાય એમાં જ મજા માનનાર ન્યાતમાં–વાત ઉડી : 'સુમન નાશી ગયો! તરલા અને ભૂજંગલાલે પહેલેથી જ ગોઠવણ કરી હશે ને એ બે કાઈક ચાલ્યાં ગયાં. તરલાના, સુમનના સ્નેહીને આ અફવા સાંભળીને જબરો આઘાત થયો. ચકલે ને ચૌટે, વાટે ને ઘાટે તરલા-ભૂજંગલાલની નિંદા થવા માંડી, ભણતર વખોડાવા લાગ્યું. આ નવરાની વાતમાં કોઈ ભાગ લેનાર ન હોય તો તે માત્ર વીણા જ હતી. વીણાએ તરલાના હદયને ઓળખ્યું હતું. ભૂજંગલાલે તરલાના જીવનમાં જે વિષ રેડ્યું હતું તે વિષ કાઢી નાખવા પ્રયત્ન કરતી હતી. ભૂજંગલાલ મુંબાઈ ગયા એ સાંભળતાં જ વીણા કાંઇક ગભરાઈ હતી. ભૂજંગલાલના હૃદયમાંના ખરાબ સંસ્કાર દૂર કરાવવા માગતી હતી એ વાત ખરી, પણ એને હદય આગળથી દૂર કરવા જરાયે ઈચ્છતી નહિ. રખેને મારી બેદરકારીથી કંટાળી, મ્હારા હૃદયનો ભાવ છતાં, ઉપરની બેદરકારીથી નિરાશ થઈ નાશી ગયા હોય એમ વીણાને થયું, અને વસન્તલાલ ઉપર તાર કર્યો.

“ભૂજંગલાલ ત્યાં આવ્યા હોય તે સંભાળજો. કાગળ પાછળ આવે છે."