પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૫
સુમનની તપાસ.

 વિશાળ પાકા કાચની પેટીઓ પડી હતી. એમાં બરફ હતો અને બરફમાં મડદાં હતાં. દરેક મડદા ઉપર નબર હતો. રણસંગ્રામમાં ઘવાયેલા શુરવીર લડવૈયાનાં મડદાં ખોળવા આવેલા જેવી સ્થિતિ વસન્તલાલની થઈ હતી. એક પછી એક પેટી જોતાં છેલ્લી પેટી પાસે આવ્યો. હમાલે કહ્યું, “એપોલો બદરવાળું મુડદું આ.' આ કહેતાં એક સેકન્ડમાં જ સુમનનું મુડદું જોઈશ એ વિચારે પુતળાની પેઠે ઉભો. આંખ મીચી. બીજી જ પળે ઉઘાડી ને હમાલે ઉધાડેલી પિટીમાંના મુડદા સામું જોઈ રહ્યો. મડદાને ધારીધારી જોયું, બે ચાર વાર જોયું ને વસન્તલાલ એકદમ કૂદ્યો. 'ન હોય! સુમનલાલ નહી, આ તો બીજો. હાશ! જીવતો હશે. મૃત્યુની ચેહમાંથી સ્નેહી પાછું આવે ને જે આનંદ થાય તે આનંદ ક્ષણવાર વસન્તલાલને થયો. આ નહી, મ્હારો સુમન ઘેર હશે, અરવિન્દને ઘેર ગયો હશે, એમ ઉત્સાહ ને આશામાં ડોલતો વસન્તલાલ હમાલને કહ્યા વિના એક ગાંડા માણસની માફક ઓરડી બહાર નિકળી રસ્તે પડયો. આ સુમન નહી, એટલું થતાં હોંશમાં ને હોંશમાં વસન્તલાલ ઈસ્પીતાલમાંથી નિકળ્યો તો ખરો, પરંતુ ત્યારે સુમન ગયો ક્યાં ? એને ક્યાં ખોળવો ? ઘેર શી રીતે જવું ? ચંદા–તરલાને શું જવાબ આપો? એ વિચારોથી મુંઝાયો. એકલ એન્જીનની માફક રસ્તા ઉપર લોકો સાથે અથડાતો, મોટોર, વિકટોરીયાવાળાની ગાળ ખાતો ચાલ્યો, ને આખરે મરીનલાઈન્સ સ્ટેશન ઓળંગી સામે પત્થર ઉપર બેઠો. ઉછળતાં મોજાં, સૂર્ય પ્રકાશમાં સફેત દેખાતાં ફીણો, અને એ પાણીમાં ધીરે ધીરે જતાં શઢવાળાં વહાણો જોઈ વસન્તલાલ દિગ્મુઢ જ થયો. જે મરીન લાઈન્સના પત્થર ઉપર એકલો અથવા ચંદા કે મિત્રો સાથે બેસી હમેશાં આનંદ મળતો તેનાતેજ પત્થર આજ ત્હેને ખાવા ધાતા હતા. જેમ જેમ વિશાળ દરિયા તરફ જોતો ગયો તેમ તેમ તેને વધારે ગભરામણ થઇ, અને ઘેર જવા વિના છુટકો નથી માની ઉઠી લોકલ પકડવા સ્ટેશન ઉપર ગયો. હમેશનો સરળ, શાન્ત વસન્તલાલ આજ બાઘા જેવો