પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

 થઈ ગયો હતો. તે સુમનલાલના ગુમ થઈ જવાથી અને હજી સૂધી તેનો પત્તો ન લાગવાથી મુંઝાઈ ગયો હતો. જો તે ચંદા અને તરલાને ચહાતો નહોત, જરાક નરમ મનનો હોત્ તો પોતે ઘેર પણ ન જાત. દાદર ઉતર્યો અને ઝાંપામાંથી બ્ર્હા નિકળતાં ઘરનો વિચાર આવતાં એના પગ ઢીલા થયા. અને ભીડ જવા દઉં એમ માની બાંકડા ઉપર બેઠો. દાદરના સ્ટેશન ઉપર વસન્તલાલને ન ઓળખે એવું કોઈ નહોતું. સ્ટેશન માસ્તર 'સાહેબજી' કરી વસન્તલાલની સાથે વાતમાં પડ્યા. પરંતુ માસ્તરની વાતમાં વસન્તલાલને આજ જરાયે મજાહ પડતી નહી. એની નજર તે આમ તેમ ફરતી હતી. વાત કરતાં કરતાં ઝાંપાની ભીડ ઓછી થઈ કે કેમ તે તરફ નજર ગઈ અને છેલ્લી ભીડમાં એક પરિચિત મનુષ્ય લાગ્યો. શંકા આવતાં, આશાનાં બીજ, વૃક્ષ અને કૂલ ખીલતાં જ સ્ટેશન માસ્તરને એમને એમ મૂકી એ દોડ્યો. પેલા માણસને ખભે હાથ નાખી ખેંચ્યો.

'અરે સુમન ! તું–તમે ક્યાં ગયા હતા ? અમારા તો હોશકોશ ઉડી ગયા હતા. અત્યારે ત્હમારે માટે જ મુંબાઈ જઈ આવ્યો. આ જ ગાડીમાં હતો ત્યારે ક્યાંથી બેઠા ? મારા–અમારા મનથી કે તમે નાશી ગયા કે આપધાત કર્યો. એપોલો બંદર ઉપર ગઈ કાલે જ આપધાત...'

'વસન્તલાલ ! આમ ગભરાવ છો શાના ? હા ! હું તરત ન આવ્યો એટલે આવી સ્થિતિમાં તમને, ચંદા બહેનને આવું થાય એ વાત ખરી, પરન્તુ આપઘાત ઘડીએ ઘડીયે થતા નથી. અને તે પણ ચંદા બહેનને આવવાનું મ્હેં વચન આપ્યું છે, એટલે બીજું કાંઈ થાય એમજ નથી. હા, મને અહીં આવવું જીવ ઉપર આવ્યું છે. કોઈ આવવાનું છે એવો તાર હું હતો ત્યારે જ આવ્યો હતો. મારું એમ માનવું છે કે તે તરલાનો હશે અને તેથી જ હું બે દિવસ પુને જઈ આવ્યો.'

'જહાંનમમાં જાય તમારું પૂના. બે દિવસથી અમે સુખે બેઠાં નથી અને નિરાંતે ખાધું નથી. તમારે શું? સુમનલાલ ! હવે આવું કયાં