પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૭
સુમનની શોધ.

 સુધી ચલાવવું છે? તરલા ઉપર આટલો તિરસ્કાર કેમ આવ્યો છે ? એ બિચારી તમારે માટે જીવ કહાડે છે. ઘેર જઈશું ત્યારે શુંએ સાંભળીશું! એને મરતી મૂકીને તમારી ખોળમાં નિકળ્યો હતો. ગોકળદાસ તેજપાળ ઈસ્પીતાલમાં આપઘાત કરનાર કોણ છે તે જોવા ગયો હતો ત્યાં મારું શું થયું હતું તેની તમને શાની સમજ પડે ! જરાક પોસ્ટકાર્ડ તો નાખવો હતો !'

'પણ, વસન્તલાલજી! મારું મન જ ઉઠી ગયું છે. મ્હને તમે નકામો હેરાન કરો છો. હું માનવાનો નથી. મને સંસારમાં હવે મોહ રહ્યો નથી. તમે તરલા–તરલા કરો છો પણ મ્હેં એનાં લક્ષણ જોયાં છે. મારી નજરે મારી જાતે જોયા પછી હું કેમ શાન્ત થાઉં ? ભણેલી, ઉંચા કુટુમ્બની, જેને પરણી હું સંસારમાં સ્વર્ગ માનત તેણે મ્હને દગો દીધો છે. જેનું મન બીજા ઉપર ચોંટ્યું તેનું શું ધારવું ? એ ન હોય, ચંદા બ્હેન. એની ફોઈએ તરલા નામ પાડ્યું છે તે વ્યાજબી છે. એ સ્વભાવની–મનની તરલા જ છે.'

'પણ સુમનલાલ ! એમ વહેમાઓ નહીં. કદાપિ તમે કહો છો એ ખરું હશે. આ તો પરણી નથી, ધારે તો સગવડ થાય તો-ભૂજંગલાલને પરણી શકે એમ છે, પણ મારા બાબમાં શું હતું ? હું પરણ્યો હતો, છોકરાં હતાં છતાં મારું મન બીજે ગયું હતું, તેજ હું પાછો ચંદાનો થઈ રહ્યો છું, અને અમે ધારતાં હતાં કે અમે સ્વપ્ને પણ સુખી નહી થઇએ તે જ અમે આજ સુખમાં મહાલીયે છીયે. સુમનલાલ, શુદ્ધ સ્નેહ જોઇએ, ઈચ્છા જોઈએ, ક્ષમાશીલ સ્વભાવ જોઈએ. જે પ્રભુની આપણે ક્ષમા માગીયે છીયે તે પ્રભુને આપણે બતાવવું જોઈએ કે ક્ષમા અમે આપી શકીયે છીએ. આપણે માણસ છીએ, ક્ષમા કરી પડતાંને-પડેલાને–બચાવો. પ્રેમથી પાસે લો અને સુખી થાવ.'

સુમનલાલનું મન વસન્તલાલના આ હદયના શબ્દોથી પલળ્યું. સુમનલાલ તરલાને ચહાતો નહોતો એમ નહી. તરલા શરતમાંથી ઘેર આવ્યા