પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


પછી–તરલાના હાથની ચાહ પીધા પછી–સુમનલાલ ભૂજંગલાલની વાત વિસરી ગયો હતો. ચંદાના શબ્દે શાન્ત થયો હતો અને તરલાની સાથે પરણી સુખી થશે એમ દૃઢતાપૂર્વક માનતો હતો. અરવિન્દે બબેવાર લીલાને છોડીને પાછો એજ લીલા મળતાં આનંદીત થયો હતો એમ પોતાનું જીવન પણ રસમય થાય એમ ઈચ્છતો હતો. પરંતુ એમાં વિધ્ર આવ્યું. પોતાની પ્રબળ ઈચ્છા હતી ત્યારે તરલા ન આવી ને શણગારભાભીને ત્યાં ગઈ. ત્યાં ગઈ એટલું જ નહી પણ 'હું નહી કાં એ નહી' એ શબ્દનો ગંભીર અર્થ સમજી નહી. સુમનલાલે તરલાથી છૂટા થવા બને તેટલા યત્ન કર્યા. વકીલની સલાહ લઈ સગાઈ તોડવા ફાંફાં માર્યા, ચર્ચગેટના પૂલ પરથી પડી આપઘાત કરવા ધાર્યું પણ બાજી બગડી. ચંદા ઉપર કોણ જાણે કેમ એને અંધશ્રદ્ધા બેઠી હતી. પચાસ વસન્તલાલનું ન માને એ ચંદાના એક શબ્દે ઢીલો થતો હતો, અને જો સુમનલાલ આ ફેરી નાસી ન ગયો અને પાછો મળવા આવ્યો હતો તે ચંદાને લીધે જ–નહી કે તરલાને લીધે. સુમનલાલ અને વસન્તલાલ ઝાંપા બહાર નિકળ્યા ને બંગલાનો રસ્તો લીધો.

'સુમનલાલ, તરલા ઉપર પણ હદ થઈ. હવે ગઈ વાત વિસરી જાઓ, ક્ષમા આ.—'

'વસન્તલાલ ! તમને તમારી બ્હેન માટે થતું હશે, પણ મારું તો જીવન ધૂળ થયું છે. અને જરાપણ સુખની આશા હતી તે કાંઈ જવા દઉં એવો નથી, પણ એ આશા જ નથી. એ ઢોંગી છે. કોણ જાણે કેમ મુંબાઈ આવી હશે. મ્હને તો એની યુક્તિ લાગે છે.'

'સુમનલાલ! આમ નાહક શંકા શા માટે લાવો છો ? એનો તાર તમારે માટે આવ્યો, એ તમારી પાછળ ગાંડી થઈ દોડી આવી છતાં તમે યુક્તિ-ઢોંગ માનો છે. હું એનો ભાઈ છું પણ ચંદા એમ ઢોંગીને ઘરમાં જરાપણ ઉભી રહેવા દે એમ નથી.'

સુમનલાલ અને વસન્તલાલ બે જણ બંગલા તરફ જતા હતા