પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૩
મરણ પથારી.


તેમ તરલાને થતાં તેણે બારણુ તરફ જોયું ને સુમનને જોતાં જ એની છાતી ઉછળી. પથારીમાંથી સફાળી ઉઠી, 'હાશ ! હાશ! સુમન ક્યાં ગયા હતા ? મ્હારા વ્હાલા ! હું બહુ દુઃખી થઈ ! તમને મૂકી નર્કમાં પડી, વ્હાલા મને ક્ષમા કરો ! હવે હું જાઉં છું ! પ્રભુના ઘરનાં તેડાં આવ્યાં છે, પણ તમારી ક્ષમા વિના મને પેસવા દેતા નથી. ચંદા બ્હેન ! હું ગમે તેમ બોલીશ ! હા, હુ એમને ચાહું છું : સુમન ! આવો, આવો, એકવાર તમારો હાથ લાવો. અરે! પાણી લાવોને ! કેમ કોઈ લાવતું નથી ? ખુરશી! પાણી નથી જોઈતું. મ્હારા સુમનને બોલાવો. તમે સુમન નહી.' ડાક્ટરે ચંદાને કહ્યું, 'એને પથારીમાં સુવાડો ને માથે બરફ રાખો, નહી તો અધઘડીમાં મરી જશે. ઉશ્કેરાવાનું કામ નથી. મી. સુમનલાલ, એને શાન્ત કરો.’

ચંદા-બેબાકળી ચંદા–પોતાના જીવનમાં રસ રેડનાર તરલાને પોતાના જ ઘરમાં આમ દુઃખી હાલતમાં મરતી જોઈ ગરભાઈ ગઈ હતી. એના વેશમાં, એના બોલવામાં, એના હરવાફરવામાં ગાંડી લાગતી હતી. અધઘડીમાં મરી જશે એ શબ્દ કાને પડતાં જ સજળ નેત્રે પોતાનાં આંસું લોતી ચંદા તરલા પાસે ગઈ ને બોલી,

'બ્હેન ! બ્હેન! શાંત થાઓ. લો, પાણી. મ્હારી બ્હેન નહી. જો સુમનલાલ આવ્યા છે. એ તારે માટે તલસી રહ્યા છે. જો જો, કોણ છે ? હોય કે સુમન ! હાં હા, મારી બ્હેન ! કેવી હસી છે ! એ રહ્યા.'

સુમનથી તરલાની આ સ્થિતિ જોવાઈ નહીં. તરલાને દૂર કરવા, તરલાથી છૂટા થવા તૈયાર હતો, પરંતુ તરલાનું મૃત્યુ જોવાની હિંમત નહોતી. સુમનલાલ અત્યારે પાછલો સમય વિસરી ગયો હતો. તરલા કેવી રીતે શાન્ત થાય એ જ એનું લક્ષ હતું. એ ચિંતાતુર હૃદયે ને ધીરે પગલે તરલાની પથારી પાસે ગયો. ખુરશી ઉપર બેઠો અને એક હાથ તરલાને કપાળે મુક્યો. હાથ મુકતાં જ દાઝ્યો, ને એ દાઝતાં હૃદય દાઝ્યું. તરલાની આવી સ્થિતિ જોઈ રોઉં રોઉં થઈ ગયો , પણ