પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૫
મરણ પથારી.


આપત; પણ હવે લાચાર. મનની મનમાં રહી ગઇ. લોકો મને ખરાબ માને છે—માનશે, પણ જો તમે ન માનતા હો તો બસ. વ્હાલા! મને તમારી જ દરકાર છે. તમારે મન હું પવિત્ર હોઉં તો બસ. હું પાપીણું છું, પણ આપણા શાસ્ત્રોમાં મહાન પાપીઓને પણ ખરો પસ્તાવો થતાં માફી મળી છે ના ? તમે માફી નહીં જ આપી શકો ? તમે પવિત્ર છો એટલે બધાં પવિત્ર કેમ ન રહે એમ માનો છે ને ?

સુમન તરલાના અંતકાળના હૃદયના આ શબ્દોથી વિંધાતો હતો. સુમનલાલે ધાર્મિક જીવન ગાળ્યું હતું, ભગવતગીતાનો અભ્યાસ કર્યો હતો, ધર્મના સિદ્ધાન્તો સમજ્યો હતો અને પોતાની તરલાને આમ ટળવળતી–ક્ષમા મેળવવા માટે કળકળતી જોઈ એનું હૃદય ભરાઈ આવ્યું. એને અરવિન્દ, ડાક્ટર, ચંદા, વસન્તલાલ છે તેનું ભાન ન રહ્યું, ને ખુરશી ઉપરથી હેઠળ બેસી, તરલાનો હાથ હાથમાં લઈ માથું નાખી બાળકની પેઠે સમન રોયો.

તરલા-તાવથી ફફડતી તરલાને શાન્તિ થઈ હોય એમ તે બોલીઃ 'હાશ ! મારા સુમનનું હૃદય સુમન જેવું કોમળ છે તે હું જાણતી હતી! હવે મારે બીજા કોઈની દરકાર નથી, પ્રણામ ! ચંદાબહેન ! મારી મા કરતાં વધારે ચાહનાર ચંદાભાભી, નમસ્કાર ! જાઉં છું. વસન્તભાઈ પ્રણામ. અરવિદભાઈ ! લીલાને સુખી કરજો.'

ડાક્ટરે ચંદાને કહ્યું, 'હવે બહુ થયું છે. એ ઉશ્કેરાય છે તેટલો અંત વહેલો આવશે, પછી તમો જાણો.'

સુમનલાલના હૃદયમાં એક પછી એક એટલી લાગણીઓ થઈ આવી હતી કે એનાથી એકે શબ્દ બોલાયો નહી. તરલા-મરવા પડેલી તરલાને હૃદયથી ક્ષમા આપી, એ તરલા અને સુમન બે જ સમજ્યાં. તરલા થોડા કલાકની જ મહેમાન છે એ જાણતાં સુમનનો જીવ ઉડી ગયો. તરલાનું મૃત્યુ મ્હારાથી નહી જોવાય એમ કહી ત્યાંથી ઉઠી ગયો. ત્હેના હૃદયમાંથી ભૂજંગલાલ સંબંધીના સર્વ વિચાર નાશ પામ્યા હતા. તરલા આમાંથી પાછી ઉઠે, ડાક્ર કહે કે જીવશે તો તે આજ ૧૫