પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


ફેશનનાં સ્પડાં પહેરી ક્યાં જશે? શું એટલા માટે હું મારું જીવન બદલું ? ગામડું મુકી મુંબાઈ આવું? ગુમાસ્તા મારફત ખેતર, ગામ જમીન સંભાળું તો પછી કમાયા શું? હું જાતે રહી મ્હારા ગામનાં લોકોને કેળવણી આપી શકું છું. મારા ગામના ખેડુતના હલકા વર્ગમાં દારૂ વગેરે પેસવા નથી દીધું તેનું શું થાય ? લીલા સાદા વેશમાં, મારા ગામના સાદા લોકોમાં, ત્યાંની સ્ત્રીઓમાં નહી ભળી શકે ?'

અરવિન્દને આ વિચારો થઈ આવ્યા. પરંતુ ઘણે દિવસે ઘણી આતુરતા પછી મળેલી લીલાની સાથે લગ્નથી જોડાવાના ઉત્સાહમાં આ સર્વ વિસરી ગયો. લગ્ન એ જીવનની ઉત્તમ પળ છે. એક નહી પણ હજારો હિંદુ બાળકો માત્ર અણસમજમાં જે પરણી આ ઉત્તમ પળની મજા ખુવે છે, અને મોટાં થતાં બીજાને પરણતાં જોઈ તે જ ઘડીએ ઉંડા નિસાસા નાખે છે. કેળવણી વધતાં આવા નિસાસા કેળવાયેલા પુરૂષ તરફથી વધારે નિકળે છે. કારણ તેઓ લગ્નની જવાબદારી, પતિપત્નીનો સંબંધ સમજતા થયા હોય છે છતાં લગ્નમાં તેઓને ઘણીવાર પ્રાણી વર્ગમાં 'સ્ત્રી' નામે ઓળખાતાં એક પ્રાણી સાથે લગ્ન કરવું પડે છે. સદ્ભાગ્યે અરવિન્દની આ સ્થિતિ નહોતી. લીલા અને અરવિન્દ વચ્ચે અન્તર નહોતું. બન્ને ઉમરલાયક હતાં, બન્ને વચ્ચે સ્નેહના અંકુર ફુટયા હતા અને એકબીજાને માટે આકર્ષાતાં હતાં.

મુંબાઈમાં હિંદુ લગ્ન અને ગુજરાત કાઠિયાવાડના લગ્નમાં ભેદ છે. દેશમાં લગ્નની ધર્મક્રિયા અને સાદો આનંદ વિશેષ જણાય છે, જ્યારે ધર્મક્રિયા કરતાં લગ્નની બહારની શોભા મુંબઈમાં વિશેષ હોય છે. લીલાના પિતા મુંબાઈની ઉંચી સેસાયટીમાં જાણીતા હતા. લીલા ભરમંદવાડમાંથી ઉઠી હતી, ચંદાનાં લગ્ન થયે ઘણાં વર્ષ થઈ ગયાં હતાં, આ લગ્ન કુટુંબમાં છેલ્લાં હતાં. આ બધા સબબે લીલાનાં લગ્ન પૂરા ભપકાથી કરવામાં આવ્યાં. અરવિન્દનાં કુટુંબમાં બહુ માણસો