પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
૨૩૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

૨૩૦ તરલા અથવા ઉમિને આવેગ. - Vijay B. Barot (ચર્ચા) ૧૯:૪૫, ૧૯ મે ૨૦૧૯ (IST) હડું હરખથી ઉછળતું હતું. જીવનની સફળતા થઈ એમ લાગતું હતું. અમારી લીલાને સુખી કરજે, “લીલા જેવી કેળવાયલી, વિવેકી, શરમાળ, ડાહી પત્ની મેળવવા તમે ભાગ્યશાળી થયા છે એ માટે તમને મુબારબાદી” એવા શબ્દો અરવિન્દના કાને પડતા. લીલાની બેનપણુંએના, લીલાનાં માતપિતાને સ્નેહીઓના તાર, ભેટે આવતી હતી, પરંતુ અરવિન્દ તરફથી કાંઈ જ નહોતું. અરવિન્દને ક્ષણભર લાગ્યું કે આ લગ્નથી હું સુખી નહી થાઉં. હેટાની કન્યા લેવાથી જીવનને શાન્ત આનંદ ખાવા પડે છે. આ શોભા–આ એકતરફી શોભા, ભેટ, મુબારકબાદીના તારોથી લીલાના મનમાં કદાચ પિતાને માટે વધારે ઉંચા મત બંધાઈ જશે. “અરવિન્દને કાઈ ઓળખતું નથી, મહાર લીધ એ ઓળખાય છે, એમ કાંઈ થશે.” આમ લાગનાં અરવિન્દની આંખમાં આંસુ આવ્યાં. આ આંસુ હર્ષ અને જ્ઞાનનાં હતાં. લીલા તરફ અરવિન્દને શુદ્ધ પ્રેમ-ભાવ હતો. લીલા પિતાની થાય, અને એની સાથે પોતે શાન્ત ગામડાનું જીવન ગાળે એ એની મહેચ્છા હતી તે પુરી પાડવાને આજ પ્રસંગ આવ્યો જાણી આનંદ થયો. પરંતુ લગ્નની ચારીમાં જ પોતે કાંઈ જ નથી, લીલાને લીધેજ પિતાની ગણના થઈ છે અને લીલાને બહારના દમામ બહુજ પ્રિય હોય એમ લાગવાથી ભવિષ્યમાં કદાચ સુખી નહી થવાય એમ વિચાર આવતાં બંદ થયો. લગલગ્નસુખના વિચારો નાશ પામ્યા, અને સુખી થવામાં માત્ર અભ્યાસ, સ્નેહ એકલાં જ જરૂરનાં નથી પરંતુ ત્યાગ, બીજાને શી રીતે સુખી કરવાં એ વિચાર સતત મન આગળ રાખી તે પ્રમાણે અમલ કરવાની ઓછી જરૂર નથી. સાદુ જીવન, ઉચ્ચ વિચાર, પ્રભુપ્રેમ અને શુદ્ધ સ્નેહ હોય તે જ લગ્ન પછીનું જીવન સુખમાં જાય છે એમ અરવિન્દને લાગ્યું. પણ હવે શું કરે ? “લીલાથી સુખ નહી મળે એવા વિચાર અનુભવ વિના અત્યારથી કરી શા માટે દુઃખી થવું એ પણ વિચાર આવ્યો. લગ્ન થઈ રહ્યું. વરકન્યા વળાવવાનો સમય થયો. લીલા અને ૧. મેટામાં મોટી ઈચ્છા.