પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 'કયારે જશો?'

'કાલે.'

'હું ત્હમારી સાથે આવું?'

'લીલા! તને આ વિચાર ક્યાંથી આવ્યો? શું ત્યાં કંઈ મોજ મારવાની છે ?'

'એમાં ક્યાંથી કેમ ? હું તમારી સાથે આવું એમાં શું ? એ બહાને હું જરા મુંબાઈ જઈ આવીશ, બધાને મળીશ. હું કાંઈ તમારા કામમાં વચમાં નહી આવું?'

'લીલા! હું અમસ્તા કામસર જતો હોઉં ને તું કહે કે ભેગી આવું, બે દીવસ મુંબઈ જઈ આવું તો તો લેખે. હું શા માટે જાઉં છું તે જાણે છે. મ્હારો પોતાનો ભાઈ જે સારો રહ્યો હત-સાતો હત તો આ જાગીરનો અડધો ભાગીયો હોત તે ભાઇ–કોડી બદામ વિના મુંબાઈની ધર્મશાળામાં મરવા પડ્યો છે. અરે મારે એને અહીં લાવે જોઈએ. એક ભાઈ તરીકે-મનુષ્ય તરીકેની ફરજ અદા કરવી જોઈએ, એને ખોળવા, એને સમજાવી અહીં રાખવા હજારો પ્રયત્ન કરેલા ને નિષ્ફળ ગયેલા તે આજે સફળ થવાનો વારો આવ્યો છે. એને મળું, એની છેલ્લી ઈચ્છા પુરી પાડું, એને શાન્તિ આપું એમ થાય છે તે વખતે તું કહે છે કે મુંબઈ આવું! આ શું બોલે છે ? પણ પ્રભુપ્રેમ–મનુષ્યપ્રેમ-સ્નેહ એજ જાણતી હોય તો હવે લાગણી થવી જોઈએ, ને તું શું બોલે છે ?'

લીલા–ભોળી લીલાના હૃદયમાં ઘા વાગ્યો. અરવિન્દને થતી લાગણીનો એને ખ્યાલ જ નહોતો. જગતમાં ઘણા માણસો ગરીબાઈમાં મરે છે ને જુગલ મરે તેમાં શી નવાઈ ? એથી શું? બીજાને માટે લાગણીની કેળવણી મળી નહોતી. પોતાની વાત પહેલી. ચંદાના