પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૧
ગૃહજીવન.

 કાગળમાં બધાએ કાદમ્બરીનું નાટક જોઈ આવ્યાનું લખ્યું હતું અને પોતે હજી આ ગામડામાં જ પડી છે. મુંબાઈ સાથે મુંબાઈનાં નાટક, મુંબાઈની સોસાયટી સાંભરી અને લીલાને એમ જ લાગ્યું કે પોતે આંદામાનના ટાપુમાં દેશનિકાલની સજા ભોગવે છે.

'અરવિન્દ ! તમારે જે કહેવું હોય તે કહો! હું તો આવીશ. જો તમે સાથે નહી લઈ જાઓ તો પાછળથી આવીશ. એમાં મ્હેં શું કહ્યું કે આવા વિચાર ક્યાંથી એમ કહો છો ? તમે ન જતા હો ને બોલી હોઉં કે મ્હારે મુંબાઈ જવું છે તે કાંઈક ખરું, પણ આ તો ત્યાં તમે જાવ છો, મને ગામડાંમાં ગમતું નથી, એટલે બસ હું તમારી સાથે તો આવીશ.'

'લીલા ! લીલા ! જરા સમજ! તું નાહક હઠીલી થાય છે. તું માને છે એમ મજાક કરવાની નથી. મ્હારો ભાઈ કોણજાણે કેવીએ જગાએ સડતો હશે. ત્યાં ત્હને લઈ જવી ફાવે એમ નથી અને ત્હારા આવવાથી તેને લાભ નથી. તું ત્યાર બાપને ત્યાં ઉતરે, પણ હું શું કામ માટે મુંબઈ આવ્યો છું તે મારે કોઈને જણાવવું નથી. ચંદા જાણે છે, પણ ચંદાબ્હેન સમજુ છે. લીલા ! તું મને સગવડ કરતાં અગવડ રૂપ થઈશ હો !'

'તદન ખોટું. તમે મને ચાહતા જ નથી. જ્યાં તમે ત્યાં હું.'

'લીલા ! ગંગાનું તેં મ્હોંએ જોયું નથી ને જોવું નહી ગમે. એની સાથે વાત કરવી ત્હને નહીં ફાવે. એનો ઈતિહાસ જુદો છે.'

'મ્હારે એના ઈતિહાસનું શું કામ છે ? મ્હારા પતિના ભાઈ માંદા છે, મારા પતિ ત્યાં જાય છે તો પછી મ્હારે એની સાથે જવું જોઈએ. તમારી જાગીરના ભાગીદારને જોઉં તો ખરી ! પછી અંદરથી કાંઈ બીજું તો નથી ને ?'

'લીલા! લીલા! તું આ શું બોલે છે ? મ્હારા હૃદયમાં હોળી સળગે છે ને તું ગમે તેમ બોલે છે ! ત્હને અહીં એકલી ન ગમતું