પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

 પોતાનાં ભાઈ–ભાભી હતાં. જુગલને અંદર પીડા થતી હતી, એ પીડાને લીધે એનાથી બૂમ પડાઈ અને આખી ઓરડીમાં ત્રાસ વર્ત્યો. મૃત્યુપોક સાંભળતાં જે સ્થિતિ થાય છે તેવી સ્થિતિ થઈ. જુગલનું મ્હોં વધારે ને વધારે બીયામણું થતું હતું. લીલાથી એ જોવાતું નહોતું એટલે ઘડીમાં ચોગરદમ ઓરડીમાં તો ઘડીમાં જુગલ તરફ જોતી બોલી, 'જુગલભાઈ! તમને આ ઓરડીમાં, આવી જગામાં ફાવતું તો નહી જ હોય. બને તો આપણે એમને કોઈ સારી જગામાં લઈ જઈએ નહી વારૂ?'

'લીલા ! લીલા ! ત્હને ફાવે તે કર. કહે તો ડાક્ટરને બોલાવું, કહે ત્યાં લઈ જાઉં, પણ મારા ભાઈને-' આટલું કહેતાં અરવિન્દની આંખમાંથી આંસુ સરી પડ્યાં. અરવિન્દે જન્મથી મૃત્યુશયા સમજણમાં આવ્યા પછી જોઈ નહોતી. મૃત્યુ મૃત્યુમાં પણ ફેર હોય છે. કોઈનું શાન્ત મૃત્યુ હોય છે ત્યારે કોઈનું ત્રાસજનક હોય છે. જુગલ–પોતાનો ભાઈ જન્મીને દુઃખી થયો હતો. એના શરીરમાં કાંઈ નહોતું. નાનપણથી યુવાવસ્થાની સ્વતંત્રતાનાં પરિણામ ભોગવતો હતો, અનેક રોગોએ આજ સામ્રાજ્ય મેળવ્યું હતું એનાં સર્વ પાપ જુગલની નજરે તરી આવતાં હતાં. રોગોની પીડા, મૃત્યુવત્ શરીરને નર્કની યાતના-અસહ્ય દુઃખમાં નાંખતા હતા. અશકત શરીર આમ તેમ આળોટતું બૂમો પાડતું. દુશ્મનને પણ આમ તરફડીયા મારતો જોતાં આપણને લાગણી થાય છે તો આ તે પોતાનો ભાઈ એટલે અરવિન્દને થાય એમાં શું નવાઈ ! પોતે ભાઈની મદદે આવ્યો હતો, ભાઇને અંતની વખતે આશ્વાસન આપવા આવ્યો હતો, બને તો લઈ જવા આવ્યો હતો તે અરવિન્દ ચોગરદમ સળગી ઉઠેલી આગમાં ગભરાઈ ફરતા મનુષ્યની માફક આખી ઓરડીમાં ફરવા લાગ્યો. લીલાને ન લાવ્યો હોત તો? કદાચ આજ બનાવ–આ મૃત્યુશય્યા –આ દુઃખી વાતાવરણ લીલાના મોજશોખના વિચારો હમેશને માટે દૂર કરશે એમ લાગ્યું, અને જે મૃત્યુ પોતાના ભાઈને લઈ જઈ અંતરમાં