પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૯
જુગલભાઇ.


ક્લેશ ઉત્પન્ન કરવા તત્પર થયું હતું તે જ મૃત્યુ પોતાના કુટુંબમાં-પતિ પત્ની તરીકેના જીવનમાં—અમૃત રેડશે એમ લાગ્યું, અને લીલાએ સાથે આવવાની હઠ કરી એ ઠીક જ કર્યું એમ લાગ્યું.

લીલા અરવિન્દના કોમળ હૃદયને–તેની લાગણીને સમજી હતી એટલે એનું દુઃખ દૂર કરવાના હેતુથી ડાક્ટરને બોલાવવા મોકલ્યો અને તેની ગેરહાજરીમાં આ ઓરડીમાં શાન્તિ, આનંદ અને સગવડતા ફેલાવવાના ઉપાયો ભેજવામાં ગુંથાઈ. તે સાથે લાવેલી પથારી, કપડાં અને કેટલોક સામાન જરા પણ સંકોચ વિના-મ્હારૂં શું થશે એ વિચાર કર્યા વિના-જલદી લઈ આવી અને ભાઈ માનેલા દિયરને આ અંતકાળે જેટલી બની શકે તેટલી માનસિક શાન્તિ આપી. અરવિન્દ ડાક્ટરને લઈ આવ્યો ત્યારે ઓરડામાં જૂદો જ દેખાવે માલમ પડ્યો. ઓરડીમાં કચરાનું નામ નહોતું, બારણાં ઉધાડાં હતાં. જુગલની પથારી ધોળી બાસ્તા જેવી હતી અને એમાં ચાદર પણ નવી જ હતી. જુગલે ઓઢેલું રગ પણ નવું જ હતું. અરવિન્દ સમજી ગયો કે આ લીલાનું જ કામ. પણ જે લીલાને ગરીબ—દુઃખીનો વિચાર સરખો નહોતો આવતો, જે લીલાને માત્ર સોસાયટી, પાર્ટી, નાટકનો જ ખ્યાલ હતો તે લીલા આમ એકાએક બદલાઈ ગયેલી લાગી. અરવિન્દનો અન્તરનો સ્નેહ, જાગ્યો, અન્તરમાં પ્રભુનો ઉપકાર માન્યો અને આ સ્થળને બદલે ઘર હત તો જરૂર લીલાને પ્રેમથી વધાવી લેત. જે ખાળ ઉપર દુર્ગધની છાક આવતી ત્યાં લીલાએ પોતાની પાસેનું ઉંચામાં ઉંચું સુગંધીદાર પાણી રેડ્યું હતું. ગુલાબ, મોગરો અને ચંપાનાં ફૂલો પથારીમાં પડ્યાં હતાં. દવાના પ્યાલા, વાસણ સાફ ચકચકિત થયાં હતાં. જુગલના માથા નીચે રૂના ગાભલાન્ કોમળ તકીયો હતો અને શરૂઆતના જુગલ અને અત્યારના જુગલના શરીરમાં તો ફેર નહોતો પડ્યો, પરંતુ દેખાવમાં તો ફેર હતો જ. ગંગા જુગલને માટે દરેક પળે ફિકર કરતી. ગંગા-લીલાની નજરે પોતાને હલકી માનતી ગંગા-લીલાનો પડતો બોલ ઉપાડી લીલાને મદદ કરતી અને લીલા ગંગાના જીવનનો જરા પણ વિચાર