પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૨
તરલા અથવા ઉર્મિનો આવેગ

 ગયો હતો. પોતાના હદયની ધીરજ ખોઈ બેઠો હતો અને લીલાના બળથીજ પોતે જીવે છે એમ અત્યારે લાગ્યું.

'વહાલા! ગભરાશો નહી! તમારા ભાઇ-અરે મારા ભાઈ-ત્રણ દિવસ માંડ કાઢે એમ ડાક્ટરનું કહેવું છે. આમ છતાં કાંઈ કહેવાય નહીં. લુગડાં બદલાવી શકી અને એમને શાંતિ મળી એથી મને બહુ નિવૃત્તિ થઈ છે. મટવું ન મટવું એ પ્રભુ આધિન વાત છે, પણ એમને જરાક શાન્તિ તો વળી જ છે.'

'લીલા! લીલા ! તારું કહેવું ખરું છે. આ ગંગાથી આમાંનું કાંઈ જ થાત નહી. તું આવી તે બહુ જ સારું થયું ! હું જ મૂર્ખો કે ત્હને અટકાવતો હતો. તું ન આવી હોત તે મારું શું થાત ? લીલા! તું આવી હઈશ, તારામાં આવો પ્રભુપ્રેમ વસતો હશે. એ મ્હેં આજે જ જાણ્યું. તારી હાજરીથી સર્વત્ર સગવડ-શાન્તિ પ્રસર્યાં છે. અંધારું-અગવડ નાશ પામ્યાં છે. અરે મ્હારા પોતાના જ જીવનમાં આજ નવો જ પ્રકાશ પડ્યો છે, વહાલી ! ક્ષમા કર. મ્હેં તેને ન કહેવાનાં વચન કહ્યાં છે.' આટલું બોલતાં અરવિન્દે લીલાને પોતાની છાતીસરસી ચાંપી અને પ્રેમથી આલિંગન દીધું.

'પ્રિય અરવિન્દ ! તમે મને નાહક શું કામ ચડાવો છો ! ખરે મ્હને હઠ ચડી હતી તેમાં પ્રભુનો શુભ હેતુ જ હોવા જોઈએ. વ્હાલા, ખરું કહું તમને જ્યારે તમારા ભાઈનો કાગળ આવ્યો, તમે મુંબાઈ જવા તૈયાર થયા, ત્યારે મારા મનમાં આમાંનું કાંઈ જ નહોતું. હું ગામડાના જીવનથી કંટાળી હતી. મને અહીં મુંબાઈમાં ફરવા હરવાનું મન થયું હતું. મ્હને તમારા ભાઈ કે ભાભીની જરાયે દરકાર નહોતી. મુંબાઈ જવાનું બહાનું છે માનીને જ તમને મહેણાં માર્યાં હતાં. પ્રિય અરવિન્દ ! ક્ષમા કરશો. હું આ હોટલમાં આવી મ્હારી ઓરડીમાં હતી ત્યાં સૂધી હું એવી જ હતી. આવા ડર્ટી મકાનમાં શું કામ લાવ્યા હશો ? મને પિયર જવા દે ને પછી તે તેમના ભાઈની