પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૧
ગભરાયેલો ભૂજંગ.


તરલાની પાંગથે પડ્યો, લાંબા હાથ કરી તરલાની પગની આંગળીયોને અડક્યો, ને તે માથે–આંખો અડકાડી. પગને આંગળી અડકતાં જ તરલા ઝબકી, "ભાભી ! ઓ બાપરે! ભૂજંગ કરડયો!” ભૂજંગ ગળગળો થયો- છોભીલો પડ્યો. અત્યારે પાસે છરી કે બંધુક હત તો આપઘાત કરી ત્યાં ને ત્યાં જ મરી જાત. તે પણ ડાક્ટર, નર્સ કે કોઈની દરકાર કર્યા વિના જ તરલાની પાસે જઈ ઘૂંટણીએ પડી બેલ્યો, “તરલા! તરલા બ્હેન ! મ્હને ક્ષમા આપો ! આ પાપીને ઉદ્ધારો”.

તાવે ફફડતી, વિચારે ઘૂમની, ગભરાતી તરલા એકીટશે ભૂજંગ સામું જોઈ જ રહી, અને ક્ષણવાર પછી એક ગાંડી સ્ત્રીની માફક હસી. વળી ચ્હીડાઈને બોલી, “કોણ ભૂજંગ ? મ્હને અને મ્હારા સુમનને ડંશ દેનાર ભૂજંગ? વેર લેવા આવ્યો છે કેમ? આટલાથી ન ધરાયો ! પણ મ્હારા સુમન–હાશ, સુમન ! તમારા નામથી જ મને સુમન જેવી શાન્તિ મળે છે–મ્હારા સુમને મ્હને માફી આપી છે. સ્વર્ગમાંથી પણ એમના ઉપર હું સ્નેહનો વરસાદ વરસાવીશ. હાય, હાય, ભાભી ! ”

"ભૂજંગભાઈ ! આ વખત વાતો કરવાનો નથી. તરલાની સ્થિતિ જુઓ છો. ડાકટર–નર્સની મના છે કે કોઈને ન આવવા દેવા. વળી બીજી વાર, ઈશ્વરની મરજી હશે તો......”

ભૂજંગલાલ એમને એમ જ બેસી રહ્યો. “બ્હેન! તરલા બ્હેન! હું આપની માફી માગી સુખી થવા આવ્યો હતો. વીણાએ મ્હારામાં અજબ ફેરફાર કર્યો છે. તમારી ક્ષમા યાચી પવિત્ર જીવન ગાળવા વિચાર હતો. વીણાનું હવે ગમે તે થાવ. ક્ષમા આપ તો આ જીવને સંતોષ થાય, ને ગ્રાન્ટરોડ સ્ટેશનના....”

"ભૂજંગલાલ! ગ્રાન્ટરોડ સ્ટેશન ? હાય હાય ! ભાભી! પેલો પોર્ટર સાંભરે છે કે ? ભૂજ્ંગલાલ ! તમે ખરેખર પસ્તાતા હો તો જાઓ, તમને હું અંતકાળે ક્ષમા આપું છું. મ્હારા સુમન તો એવા