પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


ભલા છે કે મેં ક્ષમા આપી છે એમ એને કહેજો. વીણા! વીણાના તારો ભૂજંગ ઉપર સામ્રાજ્ય ભોગવશે અને સ્ત્રી જાત પુરૂષને સત્પંથે [૧] લઈ જનાર દેવી છે એ સિદ્ધ કરશે. પ્રભુ કલ્યાણ કરશે. ભાઈ ! બ્હેનના આશીર્વાદ!”

ભૂજંગના જીવનમાં આ ક્ષણ અલૌકિક જ હતી. આખું જીવન મોજશોખમાં જ વ્યતીત કરેલું તેને એક ઘડી પવિત્ર વિચારો કરવા ફરસદ નહોતી. આજ મૃત્યુશયા પાસે પવિત્ર દેવીના શબ્દ સાંભળી ભૂજંગલાલના હૃદયનો મેલ નષ્ટ થયો, પાપવાસના દૂર થઈ અને હૃદયનું ઝેર જતું રહ્યું. ચુસ્ત ધર્માભિમાની ધર્મગુરૂ પાસે પોતાનાં પાપ કબૂલ કરી ક્ષમા મળતાં જે શાન્તિ–આનંદ ભોગવી, હૃદયને ભાર ગયો એમ માને છે તેમ આજ ભૂજંગને થયું અને પ્રચણ્ડ, અભિમાની ભૂજંગ નરમ ગાય જેવો બની અશ્રુભીનાં નયને નમન કરતો ઓરડા બ્હાર નિકળી ગયો.

તરલા આજ બહુ ઉશ્કેરાઈ હતી. એક બાજુ તાવની ગરમી અસ્વસ્થ બનાવતી હતી. ઘણા દિવસના મંદવાડથી અશકિતનો પાર નહોતો. મંદવાડમાં પણ એને મગજમાં સુમન, જીવન, ભૂજંગની જ વિચારો ઘુમરાતા હતા. પોતે પાપીણી છે, પોતાના સુમનને પીડનારી છે, એમ માનતી હતી અને સુમનની માફી મેળવી ભાગ્યશાળી થઈ હતી. સુમનનાં દર્શન કરી, સુમન સાથે વાત કરી, હૃદય ખોલી કૃતાર્થ થઈ જીવન કરતાં મગજનો ભાર હલકો કરી શકી હતી. મૃત્યુમાં પણ હવે એને ભય નહોતો. ત્યાં ભૂજંગ આવ્યો. જુના સંસ્કારે, મંદવાડે, અર્ધભાનમાં ભૂજંગ નામ સાંભળતાં ત્રાસ છૂટ્યો. પણ પવિત્ર સંસ્કારવાળી તરલા શાન્ત થઈ અને વીણાના નામે, ક્ષમા એજ પ્રભુતાનું ભૂષણ છે માની, એ જ ક્ષમા સુમન પાસે મેળવી પોતે શાન્તિ પામી હતી તો પછી આમ માગવા આવેલાને શા માટે


  1. ૧. સારે રસ્તે.