પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૩
ગભરાયેલો ભૂજગ.


ન આપવી એમ તરલાને થયું. અધુરામાં પુરું ભૂજંગે ગ્રાન્ટરોડ સ્ટેશન સંભાર્યું. ભૂજંગની પહેલી ઓળખાણને દિવસે સ્ટેશનનો ત્રાસદાયક અકસ્માત મૃત્યુપથારીમાં યાદ આવતાં કોમળ હદયની તરલા ગભરાઈને ઉશ્કેરાઈ ગઈ અને ભૂતકાળની દુશ્મનાવટ, સ્નેહ-ઉર્મિઓનો આવેગ વીસરી જઈ, ભૂજંગ અત્યારે જ આપઘાત કરતો હોય એમ ગભરાઈ આવેગમાં ને આવેગમાં જ ભૂજંગને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ મળતાં જ ભૂજંગ ચાલ્યો ગયો ને તરલા શાન્ત થઈ પથારીમાં પડી. ડાક્ટર-નર્સ પાસે આવ્યાં અને સ્વાભાવિક રીતે આ આવેગનું પરિણામ શું આવશે એની ચિંતા કરતાં પાસે બેસી રહ્યાં. પા કલાક ન થયો ત્યાં તરલા શબવત્ થઈ. ડાક્ટરે નાડ તપાસી, નર્સે આંખોનાં પોપચાં ઉચાં કર્યો, કપાળે હાથ મૂકતાં ગરમ લાગ્યું. ચંદા–વસતલાલ ઉંચે શ્વાસેધડકતે હૃદયે ને રોઉરોઉ આખે નીચાં વળી જોઈ જ રહ્યાં. ઘરમાં શુન્યકાર થઈ ગયું, અંદરના ભાગમાં મૃત્યુની તૈયારી થઈ. છોકરાં પાડોશીના બંગલામાં ગયાં. ચંદા–ગરીબ ચંદા તો બેબાકળી બની ગઈ હતી. હમેશની ધીરી સમજુ ચંદા આજ ગાંડી જેવી થઈ હતી. તરલાના સામું જોતાં જ થતું કે, "આ જ તરલા બ્હેન ન હોત તો મ્હારો સંસાર આ જ ખારો થઈ ગયો હત. અરેરે ! મારા સંસારમાં રસ રેડનાર તરલાનો સંસાર નિરસ ન બને એમ હું મથી અને આશા આવી ત્યાં તરલા જવા બેઠી ! હાય ! હાય ! પ્રભુને ઘેરે શી ખોટ પડી તે તરલા બ્હેન ગમ્યાં ?” તરલા વગર શું થશે એ વિચાર જ ચંદાને મુંઝાવા બસ હતો. વસન્તલાલ તો પથ્થરવત હૃદય કરી ઉભો હતો. તરલાનો જીવન-નકશો હદયમાં ચિતરતો, પવિત્ર આત્મા સંસારમાં દુઃખી થઈ, પુનિત કરી ચાલ્યો જાય છે એ જોઈ નિશ્વાસ નાખતો હતો. ડાક્ટર-નર્સ વારંવાર સ્થિતિને યોગ્ય ઉપાયો લેતા હતા. શું થશે? હમણાં જ પતી જશે, દીવો બુઝાઈ જશે, એમ સૌને થતું હતું. સર્વનાં અંતર સમજતાં હતાં પણ જરાક અવાજ પણ થતો નહી. આશા, નિરાશા,