પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૯
સ્ટેશન ઉપર.


તાર આવેલો જાણી વીના એકદમ મુંબઈ આવવા નીકળી. સ્ટેશન ઉપર કોઈ લેવા આવે એમ નહોતું. પોતાના એક સગાને ત્યાં ઉતરવાની હતી, પણ એને ખબર કરવાનો સમય નહોતો. ગાડીમાંથી ઉતરતાં જ કોઈ કચરાયું એમ સાંભળ્યું અને ભૂજંગલાલ રખેને આપઘાત કરે એમ બીનેલી વીણા ગભરાઈ. 'ભૂજંગલાલ આવ્યા છે, સંભાળજો' એ તાર કરવાનો વીણાનો હેતુ જ એ હતો કે ભૂજંગલાલ લાગણીના આવેગમાં કાંઈનું કાંઈ કરી ન નાખે.

પેટી ત્યાંને ત્યાં મુકી ગભરાતી વીણા દોડી, ટોળામાં પેઠી ને ફાનસને પ્રકાશે ઓળખાતાં 'આ તો ભૂજંગલાલ’ જ એમ બૂમ પડાઈ ગઈ. સ્ટેશન માસ્તર ચમક્યા. સુમન અને વિણા આના સંબંધી છે માની બન્નેને રોકયાં. ડાક્ટરે ભૂજગને દવા આપી જાગૃત કર્યો. સદ્ભાગ્યે સુમનની મદદથી છોલાયા શિવાય કાંઈ બીજું નુકસાન થયું નહોતું. ભૂજંગલાલ પોતાની આસપાસ ટોળું વળેલું જોઈ પોતાની સ્થિતિ સમજી ઘણા સમયનો આ જ સ્થળનો અકસ્માત, તરલાની મુલાકાત નજર આગળ જોવા લાગ્યો અને જે જગાએ તરલા હતી તે જ જગાએ વીણાને જોતાં પ્રેમ, શંકા, ભયથી એ જવા લાગ્યો. બચ્યો એ સારું થયું કે ખોટું તે સમજી શક્યો નહી. આખા જીવનનાં કૃત્યો સીનેમેટોગ્રાફની ફિલ્મ માફક નજરે તરી આવ્યાં અને એ ફીલ્મ જોતાં પોતાની જાત માટે તિરસ્કાર થવા લાગ્યો. પણ જે ઘડીથી વીણા ફીલ્મ ઉપર-રંગભૂમિ ઉપર આવી તે ઘડીથી આત્માની કલુષતા [૧] ઓછી થતી, પવિત્રતા આવતી જોવા લાગ્યો, અને હમણાંજ પવિત્રતાની મૂર્તિ તરલાની ક્ષમા મેળવી આવેલ, ભાઈપદ પામેલો ભૂજંગલાલ પ્રત્યક્ષ વીણાને જોતાં, બંધુતુલ્ય સુમનને જોતાં શાન્ત થયો. પોલીસ તપાસ શરૂ થઈ. આપઘાતનું કારણ શું આપવું ? એ ગડભાંગ ભૂજંગલાલના હૃદયમાં થતી હતી ત્યાં સુમનલાલ બોલી ઉલ્યો, “ભૂજંગલાલ ! દાદર બંધ હોવાથી કોણ લાંબે જાય એમ


  1. ૧. મેલ.