પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૧
સુમન અને ભૂજંગ.

 કેટલાંના જીવન સુધર્યાં ? તરલાનો મંદવાડ, તરલાની મૃત્યુશય્યા, સુમનનો ગુમ થયેલો પ્રેમ લાવવા સશક્ત થયાં. તરલાના હૃદયમાં શાન્તિ પ્રસરી, એ જ શય્યાથી ભૂજંગના જીવનમાં નવો પ્રકાશ પડ્યો, ભૂજંગનું ઝેર મટી અમૃત થયું. સુમન ભૂજંગમાં સમભાવ થયો. એવો જ જુગલની મૃત્યુશય્યાથી લીલાના જીવનમાં ફેર થયો. લીલા અરવિન્દનાં હદય વધારે ગાઢાં ગુંથાયાં, પ્રેમાળ બન્યાં. ગ્રાન્ટરોડના એક અકસ્માતથી તરલા અને ભૂજંગનો સંબંધ થયો, તેમ જ આ અકસ્માતથી તે સંબંધ ત્રૂટી ભૂજંગ સુમનનો વિશેષ સંયોજાયો.

આ બધાંનો વિચાર કરતો સુમન ક્ષણવાર મુંગો રહ્યો ને પછી બોલ્યો:

"ભૂજંગલાલ! આપણે આમ મળીશું એવો તમને ખ્યાલ હતો ?”

"સુમનલાલ! ખરેખર તમે સુમન છો- ફુલ જેવું જ તમારું હૃદય કોમળ અને સુંદર છે. મ્હેં ત્હમારા સુખમાં વિઘ્ન નાખવામાં બાકી રાખી નથી. અરેરે ! જો આ વીણા મારા જીવનની રંગભૂમિ ઉપર ન આવી હોત, તરલા–પવિત્ર તરલાબ્હેન ઉર્મિઓના આવેગવાળાં છતાં દઢ ન હોત તો આજ શું થયું હોત તે કહી શકતો નથી. સુમનભાઈ! તરલાબ્હેન અત્યારે હશે કે કેમ ! ભલું થજો એ ચંદાબ્હેનનું કે મને પાસે જવા દીધો. તરલા બ્હેનના પગની રજ મેં માથે ચડાવી અને તરલાબ્હેને અંતકાળે એક બ્હેનનો આશીર્વાદ મને આપ્યો. મ્હારે લીધે તરલાની આ સ્થિતિ, એવું જોઈ હું ગભરાયો, પસ્તાયો અને ગ્રાન્ટરોડના સ્ટેશનના ઉપર ત્હમે જે જોયું તે કર્યું. અરેરે! હું શા ઉદ્દેશથી આવ્યો હતો ? ચંદા–તરલાની ક્ષમા માગી, એમના અભિપ્રાય ફેરવી આ વીણાના હાથનો ઇંતેજાર હતો. હવે શું થશે રામ જાણે!”

“ભૂજંગલાલ ! તમે તરલાને મળ્યા? ભૂજંગલાલ ! બે દિવસ