પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


દિવસ ઉપર મને આમ ખબર પડી હતી કે ભૂજંગલાલ તરલાને મળ્યા ને તમે અત્યારે મારી પાસે છો એમ હતું તો હું શું કરતો તે જાણો છો ? હું તમારું ખૂન કરત. અરે ! આઘે ક્યાં જાઉં છું? આજ વીણાનો તાર “ભૂજંગલાલ આવે છે, સંભાળજો ” વાંચતાં શું થયું હતું તે પૂછો વસન્તલાલને. ભૂજંગલાલ ! તરલાએ માફી આપી? ખરેખર તરલાના જીવનનો અંત આણનાર તમે જ છો. મ્હારા સુખનું નિકંદન કરનાર તમે જ. પણ શા માટે તમને ઠપકો આપું ? પ્રભુની મરજી. તિરસ્કાર–વ્હેમ રાખવો એ દુષ્ટ વૃત્તિ આ ન થયું હતું તો દૂર ન થાત. માટે તમે મારા દુશ્મન નથી. તમે પુણ્યનું કામ કર્યું છે. પ્રભુ તમને સુખી રાખો.”

"સુમનલાલ! તરલાએ માફી આપી એમ પૂછો છો ? માફી આપી, અરે દયા વરસાવી. એ પવિત્ર દેવીના ચરણસ્પર્શથી મારું જીવન પવિત્ર બન્યું છે. જેમ શ્રી રામચંદ્રજીના પગથી અહલ્યા પવિત્ર બની હતી તેમ તરલાના પવિત્ર સ્પર્શ મારું જીવન પવિત્ર બન્યું. સ્ત્રી-પવિત્ર સ્ત્રીઓનો સ્પર્શ, તેમનાં સ્નેહભીનાં નયન, તેમના મધુર શબ્દ, તેમના પવિત્ર જીવનથી પુરૂષો-મનુષ્યો દેવ બને છે એ નિર્વિવાદ વાત છે. તરલા તરફ મારો અમુક જાતનો પ્રેમ હતો, તે પ્રેમ આજ પવિત્ર બન્યો છે. આજથી હું એને દેવી માનું છું. પરંતુ એ દેવી અત્યારે સ્વર્ગમાં હશે કે કેમ ? જીવનમૃત્યુ વચ્ચે ઝોલાં ખાતાં હતાં.”

"ભૂજંગલાલ! મ્હારી પવિત્ર તરલા કોણ જાણે જીવતી હશે કે કેમ ! હોટલમાં પહોંચીશું ત્યારે શાયે સમાચાર આવ્યા હશે ! તરલા વિના મારું શું થશે? અરવિન્દને લીલા મળી, તમને વીણાબ્હેન પ્રાપ્ત થયાં, ચંદાબ્હેન વસન્તલાલ સાથે આનંદમય જીવન ગાળે છે ત્યારે હું એક જ અટુલો થઈ પડીશ. અરે રામ !” આટલું બોલી સુમન નિરાશ થઈ ગાડીમાં પડ્યો. વીણા-ગભરાયલી વીણા ધડકતે હૃદયે સઘળું સાંભળ્યા કરતી હતી, અને સ્વપ્નવત