પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૩
સુમન અને ભૂજંગ.

 બનેલા એક પછી એક બનાવોને સંભારતી હતી. પોતે તાર કર્યો ત્યારે એને એમ ખબર નહી કે એનો તાર સુમનલાલના હાથમાં જશે અને એને અર્થ આ લેવાશે. તાર કે પત્રનો ઉત્તર ન આવતાં ભૂજંગલાલ રખેને કાંઈ ન કરવાનું કરી બેસે એ બીકે મુંબઈ આવવા નીકળી અને જે ગાડીમાંથી પોતે ઉતરી તે જ ગાડી નીચે સુમનલાલ નહોત તે પોતાને પ્રિય ભૂજંગ હતો ન હતો થયો હોત અને ભૂજંગલાલને બચાવનાર કોણ? તરલાનો જ પતિ ! એ પણ અકસ્માત જ ને ? એનાથી સુમનલાલનું ખેદમય મ્હોં ન જોવાયું. ભૂજંગલાલના હૃદયમાં થતા વિચારો સમજી રહેવાયું નહિ અને બોલી:

“સુમનભાઈ ! શું મ્હારા તારનું આવું ગંભીર પરિણામ ? ‘સંભાળજો'નો અર્થ એટલે જ હતો કે એ કાંઈ પોતાના શરીર ઉપર ન કરવાનું ન કરે એ જ. ભૂજંગલાલને હું સમજી શકી છું એટલું કોઈ નહી સમજ્યું હોય. એ ભૂજંગલાલ જ જૂદા છે. તરલાને પવિત્ર માનતા–માને છે. તરલાબ્હેનને હેરાન કરવા માટે પૂરેપૂરા પસ્તાતા હતા. એ પરિતાપ દુર કરવા જ અહીં આવ્યા હતા, અને કદાચ ચંદા બ્હેન-તરલા બ્હેન એમનો તિરસ્કાર કરે તો જીવને જોખમમાં નાખે એટલા જ માટે મ્હેં તાર કર્યો હતો. ભૂજંગલાલની મ્હેં બહુ કસોટી કરી અને એ કસોટીમાં એ પાર ઉતર્યા છે. હું એમની અપરાધિની છું, પણ અત્યારે ત્હમારા આગળ શું કરું? તમારો ઉપકાર કેમ ભૂલાય ? ત્હમે નહોત–ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર નહોત-દાદરનો રસ્તો બંધ નહોત-તો આજ મારી શી સ્થિતિ થાત ? સુમનભાઈ !તરલા બ્હેનને પ્રભુ બચાવશે, પણ તરલા વિના સુમનભાઈ અને ભૂજંગ વિના બીણામાં ફેર છે હોં! અમે સ્ત્રીઓનું જીવન પુરૂષ વિના શુન્ય હોં ! તમે પ્રેમાળ હો, એકપત્નીવૃતમાં માનતા હો, તો એ પત્નીના નામે પ્રાતઃસ્મરણીય મહાત્માની માફક દેશસેવા, જનસેવા કરવા સશકત થાઓ છો. અમો સ્ત્રીઓ પાંજરામાંનાં પક્ષી છીએ. સોનાનું, હીરા જડીત, કંદ, મૂળ, ફળ, ફુલથી ભરેલું, પણ આખરે પાંજરુંને ! અને