પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૭
વીણા અને ભૂજંગ.


“ભૂજંગલાલ! મારા પિતાએ મોટી કરી મ્હને ઉચ્ચ કેળવણી આપી, પરંતુ તે સાથે માણસ ઓળખતાં, પૈસા કે રૂપથી ન મોહતાં શિખવ્યું હતું અને તેને પરિણામે જ હું દૃઢ રહી. હું તમને જોતી આવી હતી. બિચારી તરલા–પવિત્ર તરલા લાગણીથી ભરેલી છે, એને કોઈ મીઠા મીઠા શબ્દથી ભોળવે તો કદાચ ભોળવાય–ઉશ્કેરાય એવી છે. અને એ લાગણીના વેગને લીધે જ હેરાન થઈ. હવે હદ થઈ. આજથી તમારું એ જીવન બદલાયું સમજજો. બોલો હવે શો વિચાર છે?"

“વીણા, શો વિચાર હોય? વિચાર કરતાં લાગે છે કે જો હું સુખી થઈ શકું એમ હોઉં તો તે તારાથી જ. માટે સુરત, અમદાવાદ કે અહીં જ આપણાં લગ્ન થવાં જોઈએ અને શાન્તિથી જીવન ગાળીયે.”

“ભૂજંગલાલ ! તમને લગ્નની બેડી ગમશે ? જેમ લીલાને મૂકી તરલા ખોળી, તરલાને મૂકી વીણા ખોળી તેમ પછી વીણાને મૂકી બીજી ખોળવા જશો તે નહી ચાલે હોં.”

“વીણા, હવે મને ન બાળ. વીણાના નાદમાં તલ્લીન થયેલો ભૂજંગ બીજાનો નહિ થાય તે માટે નિશ્ચિત રહેજે. હવે ચાલવું છે કે તરલાને મળવું છે.”

"તરલાબ્હેનને મળવું તો હતું પણ જ્યારે એ ધડીસાસ છે તે વખતે મળી તેમને હેરાન કરવાથી શો લાભ? બિચારા સુમનભાઈનું બગડે છે. એમના જીવનની આશાઓ ધૂળધાણી થઈ ગઈ. અને આ બધું કોને લીધે ? ભૂજંગલાલ ! તમારે લીધે ! આપણામાંના ઘણા કહેવાતા કેળવાયેલા વણપરણેલા જુવાનીયાઓ આમ વિના કારણે ધણાં કુટુંબોમાં વિષ રેડે છે. બીજાની પત્નીઓ, બ્હેનો કે કુંવારી કન્યાઓ સાથે વાત કરવામાં કાંઈ સુધારો માને છે, એમની સાથેની વાતમાં એમની આશાઓ ખીલવે છે અને પછી હિંદુ સંસારના