પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

 જુના સંસ્કારને લીધે અનેક નિદાખોરની ટીકાઓને પાત્ર થાય છે. અરે ! ઘણીવાર એમ બને છે કે મિત્રની કે બીજાની પત્ની કે બહેન સાથે વાત કરનાર, લાજના રીવાજને ધીકારનાર જ્યારે પોતાનો સમય આવે છે ત્યારે પોતાની પત્ની ઉપર કાબુ રાખે છે. બીજાની સાથે વાત કરવી તો શું પણ મ્હો પણ ખૂલ્લું રાખવા દેતા નથી, અને સુધારો-સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતીઓ પોતાની સ્ત્રીઓને પડદામાં અને દાબમાં રાખે છે. તમે તો એવા નથી ને ?”

"વીણા! હવે તો તેવો નથી, પણ જ્યારે હું આમ સોસાયટીમાં ફરતો ત્યારે તું કહે છે એવા જ વિચારનો હતો. સુધરેલાં કુટુંબોમાં ફરતો, એમને ત્યાંની નિર્દોષ સ્ત્રીઓ સાથે છૂટથી વાત કરતો, પણ તે જ સાથે હું દરેક પળે ઠરાવ કરતો કે મ્હારે પોતાને ઘેર હું મારી સ્ત્રીને કોઈ પણ પુરૂષ સાથે વાત કરવા નહીં દઉં. એને લાજ કાઢવા હુકમ કરીશ.”

“ભૂજંગલાલ ! હજી પણ તમારા એજ વિચાર રહ્યા હોય તો કહેજો. આપણે છેલ્લી સલામ કરીયે.”

“વીણા ! તું શું મને મારવા માગે છે ? તરલા બ્હેનના આશીર્વાદે મ્હારા દુર્ગણ નાબૂદ થયા છે. એમના અને લીલાના પવિત્ર જીવને મ્હારા વિચારોમાં ફેરફાર કર્યો છે. હું અત્યાર લગી સુધારાનો ડોળ કરતો એટલું જ, બાકી એમજ માનતો કે સુધારાવાળા એટલે ખરાબ, ભણેલી સ્ત્રીઓ એટલે ખરાબ. પણ એમાં મારી ભૂલ હતી. ભણતરમાં કાંઈ દોષ નથી. એ તો ઘર કે બહારની બીજી કેળવણી ઉપર જ સારા ખોટાનો આધાર છે. લીલા–તરલા જેવી પવિત્ર બ્હેનો મ્હેં જોઈ નહોતી. અરેરે! મ્હારે લીધે એ કેટલાં હેરાન થયાં? વીણા, ત્હારે ફાવે તો તે દરેક મીટીંગમાં જજે, ત્હને ફાવે તો ગમે તેની સાથે વાત કરજે, હું વ્હેમાઈશ નહી. પછી ?”

"ભૂજંગલાલ ! ખરેખર હું બહુ ખૂશી થઈ છું. ગ્રાન્ટ રોડના સ્ટેશન ઉપર તમને થયું હતું તેના કરતાં આ સ્થિતિ થઈ તે સારું