પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૯
વીણા અને ભૂજંગ.


જગત સમજશે. આથી આપણે સુખી થઈશું. મ્હને શાન્ત જીવન જ પસંદ છે. જેની તેની સાથે ગમે તેમ વાત કરવી મને પણ ગમતી નથી. માત્ર એટલું જ કે વાત કરવાથી સ્ત્રીઓ ખરાબ થાય છે એવું માનનારી હું નથી. ચાલો હવે સુઈશું ? એક વાગશે. સુમનભાઈ તો સવારે આવશે અને આપણે નાહક ઉજાગરો શા માટે કરવો ?”

ભવિષ્યનાં પતિપત્ની વીણા-અને ભૂજંગલાલમાંથી દુર્ગુણરૂપી ઝેર નાશ પામ્યું હતું કે તે બદલે પવિત્ર વિચારો જામ્યા હતા, અને એક સ્ત્રીની મર્યાદા સાચવવી એ તે સારી પેઠે સમજ્યો હતો, અને વીણા પણ નીતિબળમાં ઉચ્ચ હતી. ભવિષ્યના સુખના વિચાર કરતાં બન્ને અલગ અલગ નિદ્રાધીન થયાં.

પ્રાતઃકાળ થયો. સુમન ન્ આવ્યો પણ ચીઠી આવી. ચીઠીમાં લખ્યું હતું કે “તરલાને કાંક આરામ છે અને ભય રાખવા જેવું અત્યારે તો નથી. સુમન આવી શકે એમ નથી, પણ હોટલમાં ફાવે ત્યાં સુધી રહેવું.”

ભૂજંગલાલ ને વીણાને મુંબાઈમાં હવે કાંઈ કરવાનું રહ્યું નહોતું. તરલાને મળવા જેવું હતું નહીં એટલે વીણા અને ભૂજંગ તરત જ વિગતવાર ચીઠી સુમનલાલ ઉપર લખી સવારની જ ફાસ્ટ ટ્રેઇનમાં સુરત જવા ઉપડી ગયાં.

સુરત જતાં જ ગામમાં વીણા ભૂજંગને લઇ આવી એ વાત ઉડી. અને ભૂજંગલાલના નામ સાથે વીણાનું નામ જેમ તરલા– લીલાનું જેડાયું હતું તેમ જોડાયું. વીણાના પિતા કિશોરીલાલ વીણાને સારી રીતે ઓળખતા. પોતાની પુત્રીમાં એને વિશ્વાસ હતો અને ડાહી પુત્રી પિતાની ઈચ્છા વિરૂદ્ધ કાંઈ પણ કરતી નહી. એમ છતાં આ બધી વાતની જગતને ખબર ન હોવાથી લોકો ગમે તેમ વાત કરતાં તેની પિતા કે પુત્રીને જરાયે દરકાર નહોતી.

ભૂજંગલાલ અને વીણા આવતાંની સાથે જ કિશોરીલાલને મળ્યાં. એમણે પોતાનાં હૃદય ખૂલ્લાં કર્યાં. અને કિશોરીલાલ