પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 એની પત્ની અને વીણાને વાત કરતાં, એક બીજાનાં હદય ખૂલ્લાં કરતાં જોયાં ત્યારે એને પોતાની માતા નંદા સાંભરી. ભૂજંગલાલને એમજ થયું કે પોતે બગડ્યો હોય તો તેનું કારણ પોતાની માતા જ છે. નંદાની ફેશન, નંદાની નીતિ, નંદાના વિચાર આ પતિપત્નીની સાથે સરખાવતાં શરમાયો. નંદાને માતા કહેતાં ગભરાયો, અને આવા માબાપના હાથ નીચે રહેવા માટે પસ્તાવા લાગ્યો. ભૂજંગલાલે કિશોરીલાલ સાથે નિરાતે વાત કરી. વીણાને સ્વીકારવા તૈયાર થયો અને વીણા સાથે લગ્નથી જોડાતાં પોતાના જીવનમાં સ્વર્ગ સુખ મળશે એમ કહેવા લાગ્યો. કિશોરીલાલ આજ સુધી મુંગો રહ્યો હતો પણ ભૂજંગલાલની હિલચાલ તપાસયો હતો. એનામાં શુભ સંસ્કારો હતા તે જાણતો પણ એ કેળવણીની ખામીને લીધે છૂપાઈ રહ્યા હતા. વીણાના પ્રેમનાદે ભૂજંગનું વિષ ઉતાર્યું અને વીણા ભૂજગને પરની સુખી થશે એમ માની લગ્ન નક્કી કર્યાં.

આજ ભૂજંગના આનંદનો પાર ન રહ્યો. લીલા-તરલાની પાછળ ભમનારો ભૂજંગ જો ખરેખર સુખી થયો હોય યો તે આજ જ. પ્રભુને ન માનનાર ભૂજંગ પ્રભુને–પ્રભુના પ્રેમને માનતો થયો હતો. તરલાની મૃત્યુપથારી આગળ, ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર એન્જીન આગળ પડતાં જ પ્રભુનાં દર્શન થયાં હતાં અને કિશોરીલાલની મંજુરી મળતાં અચાનક જ પ્રભુનો ઉપકાર અંતઃકરણમાં માન્યો. વીણાના જીવનની મોટી આશા ફળિભૂત થઈ. ભૂજંગલાલને જોયો હતો ત્યારથી જ એની તરફ એનું હૃદય બેંચાયું હતું. એની લાગણીઓ, એના છૂપા સદ્દગુણો તે નિહાળી શકી હતી. અને વીણાનો સ્વભાવ જ એવો હતો કે દુર્ગુણને–નબળાઈને કાબૂમાં આણી શકે. એ છૂપી શક્તિનો પ્રયોગ વીણા ભૂજંગલાલ ઉપર કર્યો અને તેમાં એને વિજય મળ્યો. ભૂજંગલાલ શરૂઆતમાં આવ્યો અને બારણાં પાછળ ચાહ કરતાં જે વાતો સાંભળી હતી, મનમાં જે અસરો થઈ હતી, તરલા-લીલાને પૂછ્યા વિના હા નહી કહું એમ કહ્યું હતું તે સાંભર્યું અને