પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૩
તરલા અને સુમન.

 પ્રભુએ મ્હને મોતથી બચાવી છે. મ્હેં ત્હમને દુઃખી કર્યા છે. હવે એ બધાનો બદલો ત્હમારા જીવનમાં સુખ આપી વાળીશ.”

“પ્રભુ ત્હને જય આપે. અત્યારે ચિંતા ન કરીશ. ડાક્ટરોએ આશા આપી છે તો હવે હવાફેર માટે પંચગની જઈએ. હું ને તું ઉન્હાળાના બે મહિના ત્યાં રહીશું તો ત્હારું શરીર સારું થઈ જશે. જોને લીલા લાનોલી ગઈ પછી કેવી થઈ ? વીણા અને ભૂજંગ હોટલમાં છે.”

"શું ! વીણા અહીં છે ? ભૂજંગ ! બીચારો ભૂજંગ ! મ્હને ત્હેની દયા આવે છે. કેવો ભયાનક તે કેવો નમ્ર બની ગતો? એ બધો પ્રતાપ વીણાનો. ખરે પુરૂષોને અંકુશમાં આણનાર સ્નેહભર પત્ની શિવાય કંઈ નથી. વીણાએ ભૂજંગનું જીવન સુધાર્યું. ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપરનો ભૂજંગ સંભારું છું, વલસાડના સ્ટેશન ઉપરનો ભૂજંગ સંભારું છું, રેસકોર્સનો ભૂજંગ સંભારું છું, ત્યારે હવે મ્હારી જાત ઉપર તિરસ્કાર આવે છે. પ્રિય સુમન ! તમે ખરેખર સુમન જ છો.” આમ પતિ પત્ની વાત કરતાં હતાં અને જે કાર્ય દવા ન કરે તે કાર્ય સ્નેહ ગોષ્ટી કરતી હતી. તરલાના હૃદયમાં ઉલ્લાસ વધતો હતે. એના જીવનમાં રસ આવતો હતો,ઉર્મિનો આવેગ ધીરો પડતો હતો. સુમન અને તરલાનાં હદય વિઘ્નો આવ્યા પછી હવે વધારે સંધટ્ટ થતાં હતાં અને વસન્તલાલ તેમજ ચંદા કૃતકૃત્ય થતાં હતાં. બિચારી ચંદાની આશા આજ ફળી હતી. પોતાના ભાંગી પડતા જીવનધટમાં રસ રેડનાર તરલાને સુખી જોઈ ખરેખર સુખી થઈ હતી અને બ્હેન જેવી નણંદને લગ્ન ગાંઠથી ગુંથાયેલી બંધાયેલી જેવા ઉત્સુક હતી.

બીજે દિવસે ડાક્ટરની સલાહ લઈ સુમન અને તરલા પંચગની ગયાં. સાથે કીકી હતી. દાદર સ્ટેશનના દાદરપર ચડતાં કીકી-અટકચાળી કીકી બોલી ઉઠી, “સુમન ફુવા, પેલી ગાડી આવે. સીગ્નલ પડી છે, અહીંથી કુદવું છે?” “ચુપ ગાંડી ! તારી તરલા ફોઈ