પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


સાંભળશે તો મારશે.” વિવાહિત વર–વહુ પંચગની ગયાં અને ત્યાં હવા, દવા, આરામ અને સ્નેહના વાતાવરણમાં કલ્લોલ કરવા લાગ્યાં. બનેને લાગ્યું કે પ્રથમ દર્શનબો સ્નેહ કાયમ હોયો જ નથી. એ સ્નેહ સત્તા, રૂપ, દ્રવ્યના ઉપર જ આધાર રાખે છે અને એમાં ન્યૂનાધિકતા થતાં, કિવા બીજે સ્થળે એજ વસ્તુઓ વધારે સારી લાગતાં સ્નેહ-કહેવાતા સ્નેહનું સ્થાન બદલાય છે. પુરૂષ વા સ્ત્રીને ગૃહ તેમ જ શાળામાં યોગ્ય કેળવણી લીધી હોય, પ્રભુને ઓળખતાં શિખવાયું હોય તો પછી માબાપ સમજુ હોય ને પ્રથમથી કે પછી રૂપગુણ જોઈ સગાઈ કરે, વરકન્યાને એક બીજાના સંબંધમાં આવવા દે તો તે સ્નેહ વધારે સંગીન અને કાયમનો થાય છે. સુમનતરલા ચાર મહિના પંચગની રહ્યાં. એ દરમિયાન સાથે હરવા ફરવા જતાં, બીઝીક, ડ્રફટ આદિ રમત રમતાં, સારાં પુસ્તક સાથે વાંચતાં અને દેશની-ન્યાતની વાત કરી અણજાણપણે પણ જેની જરૂર છે એવા Inielleciual Compautou બુદ્ધિયોગ્ય મિત્રો થતાં હતાં. સીઝન પૂરી થઈ અને બન્ને સુરત આવ્યાં. સુરત આવતાં અનેક વાતો સાંભળી.

“અલી તરલા ! તું તે લાલબૂમ બની આવી ! અમે તે જાણ્યું હતું કે તું સુરત દેખવાની નથી. સુમનલાલ તારા આગળ નરમ લાગે છે ! કાંઈ નહિ પણ એ પતિપત્ની સ્નેહાળ ખરાં. હવે તરલાના સહવાસમાં સુમનલાલ પણ ઉગતા સુમન સમ ખીલશે. કેમ ખરું ને ?”

“ તરલા બ્હેન! તમારું લગ્ન ક્યારે છે ? ભૂજંગલાલ અને વીણાનું લગ્ન સંભળાય છે ને ?” આમ પ્રત્યક્ષ અને પરોક્ષ ગપાટા ચાલવા માંડ્યા. લગ્નના દિવસ પાસે આવતા હતા ને તરલા અને સુમનના હૃદયમાં અલૌકિક લાગણી થતી હતી. સુરતમાં બે લગ્નો લોકોને મોઢે ચડ્યાં હતાં. તરલા અને ભૂજંગનાં નામ અજાણ્યાં નહોતાં