પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


સૂધી જ એ સ્નેહ ટકે છે. દ્રવ્ય, રૂપ, બલ અને યુવાવસ્થા ટકે છે ત્યાં સૂધી જ એ સ્નેહ ટકે છે. એક બીજા વિના ગમતું નથી, એક્ બીજા માટે મરી પડાય છે. કવિતાઓ લખાય્ છે. અપાય છે. ભેટો અપાય છે. પરન્તુ એ બાહ્યરૂપ્-સ્નેહને ટકાવનાર રૂપ, બલ કે દ્રવ્યમાં સડો પેસતાં મોહ દૂર થાય છે, સ્નેહ શિથિલ થાય છે, એક બીજાથી દૂર રહેવું ગમે છે, એક બીજાના દોષ જોવાય છે, એક બીજાના બોલવામાં કલહ ઉત્પન્ન થાય્ છે. એકબીજાના કાર્યથી અસંતોષ થાય્ છે અને આમ્ છતાં સ્નેહ એ કાયમની વસ્તુ નથી, એ માત્ર ઝાંઝવાનું પાણી છે, કવિઓ-લેખકોના મગજનો તાર છે, એમ મનાય છે. પરંતુ ખરી રીતે સ્નેહ નહીં પણ એ તો મોહ છે-જાતીય લાગણી છે એ સમજાતું નથી. લીલા-અરવિન્દ, તરલા-સુમન, ભૂજંગ-વીણા અને ચંદા-વસન્ત એમાંથી જૂદો જ ક્રમ હતો. ગોલ્ડસ્મીથ કહે છે તેમ વર્ષો વીતતાં સ્નેહ જામતો હતો. એઓમાં મોહ નહોતો. તરલા-ભૂજંગની ઊર્મિઓનો આવેગ સ્નેહની ભઠ્ઠીમાં તવાયો હતો અને વિશુદ્ધ બન્યો હતો.

અરવિન્દ મુંબાઇ આવતાં, લીલાને મળતાં, કાઠિયાવાડ જવા કહું કે કેમ એ વિચારવા લાગ્યો ત્યાં જ લીલા બોલી ઉઠી:

"અરવિન્દ ! હવે મ્હને અહિંથી ક્યારે ઘેર લઇ જશો? ચાલોને આપણા શાન્તિકુંજમાં!" "લીલા ! જુગલભાઈ વખતે હું મુબાઇ હતો ત્યારે ત્હને સાથે આવવા ના કહેતો હતો ત્યારે તો બે દહાડા રીસાઇ બેઠી હતી. મુંબાઇ નથી ગમતું? કાદમ્બરીનું નાટક નથી જોવું? ત્હારાં સગાંવ્હાલાં તો અહીં છે ! ત્હને ગામ્ડામાં ગમશે ખરૂં? બેક મહિના રહીને જઇએ."

"ના, એક દહાડો પણ નહી. તમે મને ભૂતકાળ સંભારી બાળો નહી. આપણા ઘરમાં-ઝૂંપડામાં-પાછલી પડાળીમાં-લીપણવાળી પડાળીમાં બેઠાં બેઠાં-દૂર્ લીમડા-આંબા-વડની નીચે રમતાં ખેડૂતનાં છોકરાં, નદી કિનારે ઘટામાં, ગામડાનાં મેલાં ઘેલાં પણ સહૃદયતા