પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૯
શાન્ત કુટુંબ.


Sincerity) ની મૂર્તિ, પ્રેમાળ, ગામડીયાના જીવનમાં મ્હને એટલે તો પડે છે–પડશે તેટલો રસ કાદમ્બરીના નાટકમાં, બેન્ડસ્ટેન્ડમાં કોન્સર્ટમાં હવે નહી પડે. પ્રિય અરવિન્દ, મ્હને સુખી કરવી હોય તો અહીંથી વહેલી લઈ જાવ. શાન્ત જીવનમાં, આપણા બન્ધુઓ ઉપર હાવભાવ રાખી એમનું હિત કરવામાં, ગામડીયાનાં જીવન સુધારવામાં, અનેક કુટુમ્બમાં આનંદ પાથરવામાં જે આનંદ મળે છે તે અહીં મળતો નથી, માટે લઈ જાવ.”


"લીલા! લીલા! મયદાનીઆવાળી લીલા તું જ કે ? ભૂજંગના અપટુડેટ ડ્રેસ, એટીકેટ, મોહક ચહેરો ને વાતથી મોહ પામનારી લીલા પણ તું જ કે? તરલા પાછળ પડનાર ભૂજંગ હાથથી ગયો જાણી જીવન નીરસ થયું સમજી ખાટલાવશ થનારી લીલા તું જ કે? પાછો મ્હારા પ્રત્યે સ્નેહ ઢોળનાર પણ તું જ ને ? ગામડાના જીવનમાં કેદખાનું માનનાર અને તેમાં જ પાછું સ્વર્ગ સમજનાર પણ તું જ ને? કેટલાબધા ફેરફાર ! કોણ જાણે શાથી ! લીલા ! તારો આ ફેરફાર પણ કાયમ રહેશે કે?"

"અરવિન્દ ! અત્યારસૂધી સત્ય વાત સમજી નહોતી. આજથી નહી પણ જુગલભાઈને મૃત્યુ દિવસથી મ્હને અલૈકિક શાન્તિ થઈ , અને એ શાન્તિ તમારી સાથે શાન્ત જીવન ગાળવાથી જ ટકી શકશે. માટે ચાલો.”

"પણ લીલા ! હજી આપણે લગ્નમાં જવું છે. તરલા, વીણાના લગ્નમાં ગયા વિના ચાલશે ?”

"હા, તે સુરત થઈને જઈશું. પણ અત્યારે હવે અહીંથી તો ચાલો જ.”

લીલા મુંબાઇ છોડવા અધિરી બની હતી એટલે અરવિન્દ અને લીલા સ્નેહી જનોની રજા લઈ, ગંગાને સાથે લઈ દેશ તરફ જવા પડ્યાં. રસ્તામાં સુરત ઉતર્યાં અને તરલા–સુમન, વીણા-ભૂજંગ