પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 ચંદા-વસન્તલાલનાં મહેમાન થઈ, લગ્નમાં મહાલી વતન સધાવ્યાં. લીલા પોતાના ગામમાં-ઘરમાં આવતાં જ હર્ષના—સ્વર્ગ સુખના ઓઘમાં નાહી હોય એમ શાન્તિ ભોગવવા લાગી અને ફરીને સોસાચટીના મોહક ભાગથી અંજાઈ નહી. અરવિન્દ અને લીલા પોતાના ખેડુતનાં કુટુમ્બોમાં ભળી પોતાનાં કર્તવ્યો કરતાં, વખતો વખત બ્હાર ગામ જઇ આવતાં અને શાન્ત જીવન ગાળી નમુનેદાર દંપતિ જીવન ગાળવા લાગ્યાં. પાડપાડોશીઓ આ દંપતિને કોઈવાર ચીડાયેલાં, કલેશ કરતાં કે ઉંચા મનવાળાં જોવા સશક્ત થયા નહોતાં. રેલ્વેના પાટા ઉપર સરળ ગાડી ચાલી જાય તેમ આ પતિપત્નીનું જીવન સરળ સુખમય ચાલતું હતું અને એમના જીવનમાંથી અનેક કુટુમ્બો બોધ લઈ સંસાર સુખમય બનાવતાં હતાં.


પ્રકરણ ૩૫ મું

લગ્ન પછી.

તરલા અને સુમન, ભૂજંગ અને વીણાના લગ્ન સર્વને આકર્ષક રહ્યાં હતાં. લગ્ન જગતમાં સર્વ જગાએ અને હર વખતે થાય છે, પણ લગ્ન સમયે પરણનાર જોડાંમાં સામાન્ય હિંદુ સંસારમાં કોઈ જ ભાવ હોતો નથી. લગ્ન એ શું એ સમજતાં જ હોતાં નથી.

શૈશવ વિશે કર પીડિયો અજ્ઞાન એક શિશુજને

એમ થાય છે. જ્યારે બીજે સ્થળે પુરુષ ઉચ્ચ વિચારનોર હોય ત્યારે કન્યા–બાઈ અજ્ઞાનના ગર્તમાં પડી હોય છે. નવા જમાનાના લગ્નમાં બહારથી સ્નેહ ઉભરાતો હોય, એક બીજાં મળતાં મુકતાં હોય છે; પરન્તુ આ ત્રણે લગ્નમાં પછીથી આનંદનો લોપ થાય છે. કલેશ, અસંતોષ, છૂપો વિખવાદ નજરે પડે છે. તરલા અને વીણાના લગ્નમાં એ શંકા દૂર થઈ હતી. અભાવ-અસંતોષની લાગણીઓ નષ્ટ