પૃષ્ઠ:Tarlaa.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૬
તરલા અને ઉર્મિનો આવેગ.


પ્રેમથી સુધારી શકે છે. જો હું આજ સુખી હોઉં તો તેનું પ્રથમ માન વીણાને અને બીજું તરલાને છે.

આમ વાતમાં ને વાતમાં, ભૂતકાળ સંભારવામાં, ભવિષ્ય કાળનાં સુખ-સ્વપ્નાંનો આનંદ ભોગવવામાં સમય ચાલ્યો ગયો. રાત્રીના દસ વાગ્યા. આકાશમાં પૂર્ણિમા ખીલી રહી હતી. ચાંદનીની શાન્તિમાં, પવનની લહેરમાં આ પ્રેમી યુગલોનાં હૃદય પણ વધારે શાન્ત થયાં ને છૂટાં પડતાં પહેલાં એક સંગીત સાંભળવા પુરૂષ વર્ગની ઈચ્છા થઈ. સુમન અને ભૂજંગ બન્નેને દિલરૂબા, હાર્મોનિયમ આવડતું હતું અને એની સાથે તરલા, લીલા, ચંદા, વીણાએ ગાવાનું કબુલ કર્યું અને સંગીત શરૂ થયું


ધીમે પ્રિયે! હજી ધીમે પગલે પધારો!
લાંબું નથી કર્યું પ્રયાણ તથાપિ બાલે !
થાક્યા હશે ચરણ કમલ પદ્મ જેવા
આ અહીંથી નિરખો જલ સિધુનાં આ.

× ×××

ખેલ્યાં સખી! અધિક આપણે ખેલશું ને
કર્તવ્ય કર્મ પણ ભવ્ય જ આદરીશું:
વીણા શું નંદન, અને લઈ દિવ્ય પુષ્પો
સોહાવશું સબલ સુન્દર કુલવેલી

-કવિ ન્હાનાલાલ.
 

સંગીત પુરૂં થયું અને દંપતિ યુગ્મો-પ્રેમભીનાં દંપતીયો સંગીતનું રહસ્ય સમજતાં, હસતાં છૂટાં પડ્યાં.


સંપૂર્ણ