પૃષ્ઠ:Tarlaa.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

 આંખને ગમે તે હદયને ગમે એ કહેવત ખોટી છે? ના. તો હૃદયને ગમે તેને ના કહું તો ? હું એકલી જ મળું? ન જ મળું તો શું ? બા ઘણીએ ના કહેશે, પણ એમને જોઉં તે ખરી. હું એમને ચાહતી નથી, એ મને ગમતા નથી, એ વાત ખોટી છે છતાં કહેવી પડશે ? હું બીજાને ચાહું છું એમ કહું? અરે, અમ બીનઅનુભવી છેકરીઓને સ્વતંત્રતા ન જ આપવી જોઈએ. અમને શું ગમે છે ? શા માટે ગમે છે ? તે અમે પોતે વિચાર કરી શકતાં જ નથી. એ કામ તો માબાપનું જ. પણ હવે શું થાય ?'

લીલાનો એક હાથ દાદરના કઠેરા ઉપર હતો ને બીજો હાથ ગાલે અડકાડી દાદર પાસે જ ઉભી રહી હતી, ત્યાં અરવિન્દ આવ્યો. અરવિન્દ ઉંચો, કદાવર, સોહામણો હતો અને એને જોતાં જ, એની દષ્ટિ પડતાં જ, લીલાના હૃદયમાં અલૌકિક ઝણઝણાટ થયો. અરવિન્દ લીલા મુંગાં મુંગાં ઉપર ગયાં અને બેઠાં.

'લીલા! બ્હાર જતી હતી ? હું કઈ વહેલો આવ્તો ખરો ?'

'ના, ના.'

'મારે એકલાં જ મળવું હતું અને આજ પ્રસંગ આવ્યો.'

'બા હમણાં જ આવશે.'

ફિકર નહિ. લીલા, મયદાનીઆમાંજ મેઃ કહ્યું હતું કે મ્હારે કેટલાક દિવસ રહેવાનું થશે તે નક્કી નથી, એનો એક આધાર ત્હારા ઉપર છે.'

અરવિન્દે લીલા સામું જોયું. બન્નેની નજર ક્ષણવાર મળી અને બન્નેનાં હૃદય માર્મિક વાત સમજ્યાં. બીજી જ પળે લીલાએ નીચું જોયું અને ટેબલ ઉપર પડેલા ફ્લાવર પોટમાંથી ફુલની પાંખડી તોડી મસળવા લાગી.

'લીલા! ખરું કહું છું. મ્હેં ઘણા મહિના વાટ જોઈ; હવે મ્હારું ધૈર્ય નથી રહેતું. આ પાર કે પેલે પાર. આજ ત્હારા હાથની પ્રેમની માંગણી કરવા આવ્યો છું.'