પૃષ્ઠ:Tarlaa.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રકરણ ૯ મું.
બે હરીફ.

અરવિન્દ દાદર ઉપર પગ મૂકે છે ત્યાં લીલાની માતા સામેના ઓરડામાંથી આવી. એક જ પળમાં લીલાના ઓરડામાં, અરવિન્દ તરફ નજર કરી, સઘળી વસ્તુસ્થિતિ સમજી ગઈ. લીલા બહાર આવી. અરવિન્દે પ્રણામ કર્યા. લીલાને જોતાં જ તે મનમાં બોલી:

'હાશ. ના પાડી લાગે છે.'

જાણે કાંઈ બન્યું જ નથી એમ ડોળ કરી અરવિન્દ સાથે કાઠીયાવાડની જાગીરની વાત કરવા લાગી. ભોળો અરવિન્દ દેખાતા વિવેકમાં ફસાયો અને અંતરનો શોક વિસરી વાતમાં પડ્યો. લીલા પાસે જ ઉભી હતી, પરંતુ શબ્દ સરખો ઉચ્ચારતી નહોતી. હરેક બહાને હસતી, એના સામું જોતી, તે લીલા આજ મુંગી મુંગી નીચું મોં રાખી ઉભી જ રહી હતી.

લીલા હજી ન આવી એમ વાટ જોતી થાકી ખબર કાઢવા એની બ્હેનપણી વિનોદ આવી. વિનોદને પરણ્યાંને થોડા જ મહિના થયા હતા. તે શરીરે પાતળી હતી. ક્ષણે ક્ષણે ઉશ્કેરાઈ જતી અને રસિક નવલકથાઓની શોખીન હોવાથી એનું જીવન પણ વિલાસમય હતું. નાનપણથી વર, સાસરું, પરણવું એ જ વાતનો વિષય હતો. પરણવા જેટલી ઉત્સુક હતી તેટલી જ ઉત્સુક પોતાની સખીઓને પરણેલી જેવા ચાહતી. ભૂજંગલાલ જ લીલાને યોગ્ય છે, એમ તેને લાગતાં વાતમાં પણ તે ભૂજંગલાલના ગુણ ગાતી અને અરવિન્દને તે જ્યારે દેખે ત્યારે મશ્કરીમાં જ ઉડાવતી. સ્વતંત્રતામાં ઉછરેલી અને જીભની છૂટી એટલે તેને જરાપણ સંકોચ આવતો નહીં અને અરવિન્દની નજરમાં પોતે નાલાયક છે, હલકી છે, એમ લાગવાથી બન્ને વચ્ચે