પૃષ્ઠ:Tarlaa.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
ભૂજંગલાલ.

 ખાવાનું ખવડાવવા એક માણસ નિરંતર પાસે રહેતો. એ જાતે ગરાસીયો હતો, યુવાન હતો, સહેલાણું હતો. ગાડીમાં જતાં જતાં, નિશાળે બે વાગ્યે છૂટીમાં, સાંજના ઘેર આવતાં ગાડી જુદે જુદે રસ્તે હંકાવતો અને ભૂજંગલાલને મુંબઈનો અનુભવ આપતો. ભૂજંગલાલનો પિતા નહોતો, પણ મુંબઈમાં ભણેલા તેમજ અભણ હજારો શેઠીયા પૈસાદાર છે, જેઓ છોકરાં બગડી ન જાય માટે માણસે રાખે છે, ગાડી કિંવા મોટરમાં નિશાળે મૂકવા મોકલે છે. તે જે માણસે રાખે છે એ જવાબદારી પણ ન સમજે તેવા, હલકા, ઓછા પગારના માણસો રાખતા હોવાથી, આટલી દેખીતી કાળજી છતાં બીચારાં છોકરાંનાં જીવતર બરબાદ જાય છે. ત્હેમના હૃદયમાં અનીતિનાં બીજ વવાય છે. ભૂજંગલાલનું પણ એમ જ થયું. મૂળ માતાના સંસ્કાર પડેલા તેમાં સ્વતંત્ર જીવન અને હલકી સંગત પછી પૂછવું શું ?

ભૂજંગલાલ જેમ તેમ કરતાં કોલેજ સુધી પહોંચ્યો. સોસાઈટીમાં ખપાવું હોય, એના લાભ લેવા હોય તેટલા માટે પણ હાલમાં કોલેજના શિક્ષણની જરૂર છે, અને ભૂજંગલાલે તે શિક્ષણ લીધું હતું. ખાનદાન કુટુંબ, જાગીરદાર એટલે 'કેડેટકોર' માં દાખલ થયો હતો, અને જરૂર પડે લશ્કરી નોકરીમાં સરકાર તરફથી હાજર રહેવા ફરમાન આવતું. સુરતમાં જાગીર સંભાળવી એમને પસંદ નહોતું, મુંબાઈનો મોહ હતો. કોલેજ જીવનમાં મોહમયી મુંબાઈએ જાળ પાથરી હતી એટલે મુંબાઈ–મુંબાઇનાં સ્વપ્નમાં આવતાં હતાં. આખરે માતાને સમજાવી મુંબઈ આવ્યો! ક્યાં સુરત અને કયાં મુંબાઈ ! ભૂજંગલાલને મુંબઈ-અલબેલી મુંબાઈ, ઇંદ્રપુરી કરતાં પણ સરસ લાગે એમાં શી નવાઈ! નહિ, નહિ, પણ થોડીએ લાજ કાઢતી, આવું ઓઢતી, મર્યાદા રાખતી, પુરૂષ વર્ગ સાથે ન બોલાય એમ માનતા સુરતની સ્ત્રીઓ ક્યાં અને સોસાઈટીમાં, પાર્ટીમાં, મોટર, ગાડી, બેન્ડસ્ટેન્ડ કે ચોપાટી ઉપર વિના સંકોચે હરતી ફરતી, 'અપ ટુ ડેટ' ફેશનનાં કપડાં પહેરતી, ગમે તેની સાથે નિડરતાથી વાત કરતી મુંબાઈની