પૃષ્ઠ:Tarlaa.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


સુંદરીઓ ક્યાં? મુંબાઈ આવતાં જ એ સુપ્રસિદ્ધ ક્લબ, સંસ્થાઓનો મેમ્બર થયો. એ મેમ્બર થતાં જ આમંત્રણપત્રો આવવા મંડ્યા, અને મહિના માસમાં અનેક લલનાઓના પ્રસંગમાં આવ્યો. પોતે બુદ્ધિશાળી, શરીરે સૌંદર્યવાન, કપડામાં ઠીકઠાક અને બોલવામાં, સભ્યતામાં ચતુર એટલે ભૂજંગલાલ સર્વેમાં પ્રિય થઈ પડ્યો. ભૂજંગલાલ વિનાની પાર્ટી સુષ્ક, નિરસ લાગતી. સુરત, રડતી સુરત જ લાગ્યું, અને મોહમયી મુંબાઈ અલબેલી મુંબાઈ જ લાગી. ભૂજંગલાલે આવતાંની સાથે જ નિમિત્ત કહાડી જ્ઞાતિનું સંમિલન કર્યું અને તે દ્વારા સ્વજ્ઞાતિમાં જાણીતો થયો. મુંવાઈમાં પોતાની જ્ઞાતિનાં કોણ કોણ છે તેથી વાકેફ થયો અને તે જ દિવસે લીલા નજરે પડી. ક્લબમાં અને ઘણી વાર લીલાને ત્યાં જ ભૂજગલાલ લીલાને મળતો. અંતે દિવસ જતાં લીલાનું હૃદય ભૂજંગલાલ તરફ આકર્ષાયું. અરવિન્દ ચાલ્યો ગયો હતો. બીજી વાર અરવિન્દ ખોળતો આવશે એવો ખ્યાલ પણ નહોતો. ભૂજંગલાલ ન્યાતીલો હતો, કુવારો હતો, પૈસાદાર હતો, સર્વ રીતે મનને રૂચીકર હતો, તો પછી લીલા જેવી આકર્ષાય એમાં આશ્ચર્ય શું ? એ આકર્ષણ સ્નેહમાં બદલાય, સ્નેહનું રૂપ લે એ અસંભવિત નથી. પરન્તુ ભૂજંગલાલનું કેમ ? ભૂજંગલાલ બાલ્યાવસ્થાથી જ સ્વતંત્ર રીતે ઉછર્યો હતો ઘરમાં પણ માતાને સ્વતંત્ર જોઈ હતી. પતિપત્ની એક બીજાના અંકુશમાં હોય છે અને એ અંકુશની છાપ નિર્દોષ દેખાતા બાળકના ઉપર જાણે અજાણે પડે છે. નંદાના સંબંધમાં એમ નહોતું. ભૂજંગલાલને પણ અંકુશ જોઈતું નહોતું. બંધન વિના જ મનમાન્યો આનંદ કરવો એ જ જીવનને હેતુ હતો. દુનિયા આગળ વધતી જાય છે. સુધરેલા મલકમાં છેડાછુટકા વધતા જાય છે. નજીવા લાગતાં કારણથી પતિ પત્નીનો સંબંધ તૂટે છે, કેવળ અજ્ઞાનમાં જુમતા દેશોમાં લગ્ન એ મરણ પર્ય્ંતનું બંધન છે. જો એ બંધન રાખવું હતું તો પશુ પ્રાણીમાં એ બંધન પરમેશ્વરે કેમ ઉત્પન્ન કર્યું નથી ? તે પછી મનુષ્યને એ બંધન શા માટે જાઇએ? જેમ માણસો સુધરતા