પૃષ્ઠ:Tarlaa.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભૂજંગલાલ.


જશે, એમની સ્વતંત્ર બુદ્ધિ ખીલશે, તેમ તેમ લગ્નબંધન ઓછાં થશે, અને થવાં જ જોઈએ એમ ભૂજંગલાલ માનતો. લીલાની સાથે લગ્નથી બંધાવું એ એનો જરા વિચાર નહોતો. એક બાલક એક રમકડા સાથે રમતું હોય ને ત્યાં બીજું રમકડું જુવે, પેલું નાખી દે ને બીજું લે, ત્રીજું આવતાં બીજું નાખી દે અને પેલા કે બીજા માટે જરાયે દિલગીર ન થાય, તેમ ભૂજંગલાલનું હતું. ઘડીભર મોજ-વાર્તાવિનોદ કરવાનું સાધન સ્ત્રી શિવાય બીજું શું હોય ? એટલું જ માની ક્લબમાં અથવા બીજે સ્થળે યુવતીઓ સાથે હાસ્ય વિનોદ તે કરતો. જો કોઈએ એને એમ કહ્યું હતું કે 'પરણવાનો વિચાર છે માટે લગ્નદિવસ નક્કી કરો, એ ન પૂછવાથી લીલા દીલગીર થાય છે' તો ભૂજંગલાલ માનત નહી. લગ્ન પહેલાં જે આનંદ હોય છે, જે હોંશ, ઉમંગ, સુખનાં સ્વનાં હોય છે તે આનંદ-તે હોંશ–ઉમંગ-સુખનાં સ્વપ્નાં પછી નહી રહે એમ એને શંકા હતી, અને તેટલા જ માટે માટે એ આશા નિરાશ ન થાય એમ ઈચ્છતો. આટલા જ માટે લગ્નનું નામ આવતાં ચમકતો. ભૂજંગલાલને મન લગ્નવાળી પરણેલી જીંદગી કેદખાનું હતું– હાસ્યજનક હતી.

લીલાની માતા ને લીલા તે એમ જ સમજ્યાં હતાં કે ભૂજંગલાલ લગ્નની વાત છેડશે, પણ તેમાંનું કાંઈ જ થયું નહી, અને માતા ને પુત્રી કાંઈક નિરાશ થયાં. આથી ઉલટું ભૂજંગલાલ વધારે ઉત્સાહિત બન્યો હતો. મુંબાઈમાં આવ્યા પછી પોતાની જ્ઞાતિની તેમ જ બીજી યુવતીઓના પરિચયમાં ભૂજંગલાલ આવ્યો હતો. એમની સાથે લીલાને સરખાવતાં લીલા વધારે નિર્દોષ, વધારે ખુબસુરત, વધારે પવિત્ર, લાગી. ઉંમર લાયક સ્ત્રીઓ, અવિવાહિત કન્યાઓ, આટલી પવિત્ર, આટલી નિર્દોષ હશે એ આજે જ જાણ્યું. પોતે તેવું જગત એમ માનનાર ભૂજંગલોલ ઢીલો થયો. ખરેખર, પુરૂષો કરતાં સ્ત્રીઓ હજાર દરજ્જે નિર્મળ હોય છે એ વાત આજે સમજ્યો, અને લીલાના સહવાસમાં–એ પવિત્ર દેવીના પરિચયમાં–પોત્ત સુધર્યો-સુધરશે એમ