પૃષ્ઠ:Tarlaa.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

ક્ષણવાર લાગ્યું. લીલાના પરિચયમાં આવતાં સાંજ ક્યાં ગાળવી એ પ્રશ્ન નહોતો રહેતો. બીજી ક્લબમાં, બીજી યુવતીઓની વાતોમાં, એમના સંગાતમાં ભૂજંગલાલને મજાય જ નહોતી પડતી. લીલા વિનાનો દિવસ રાત્રી સમાન હતો, લીલા વિનાની ક્લબ શુન્યવત ભાસવા માંડી. લીલા વિના જગતમાં કોઈ યુવતી જ નથી એમ માનવા લાગ્યો.



પ્રકરણ ૧૧ મું.
સ્ટેશન ઉપર.

નંદા ગુજરાત મેલમાં આવનાર હતી એટલે ત્હેને લેવા ભૂજંગલાલ સ્હવારના ગ્રાન્ટ રોડ સ્ટેશન ઉપર ગયો. પ્લેટફોર્મ ઉપર દાખલ થતાં જ ગાડીને કેટલી વાર છે એની તપાસ કરી, ઘડિયાળ જોઈ વખત હેવાથી પ્લેટફોર્મ્ ઉપર ફરવા લાગ્યો. ભૂજંગલાલ પોતાના સૌદર્યના, પોતાના પોશાકના, પોતાની મનકામનાના વિચાર કરતો, ફૂલાતો આમતેમ ફરતો હતો, ત્યાં સામેથી વસંતલાલ આવ્યો. એક બીજાને ઓળખતાં જ શેકહેન્ડ થઈ અને ભૂજંગલાલ બોલ્યો,

‘વસન્તલાલ ! અત્યારમાં ક્યાંથી ?'

'તરલા આવે છે તેને લેવા. તરલાને ઓળખે તો છે ને ?'

તરલાનું નામ કાને પડતાં જ ભૂજંગલાલ ચમક્યો. એણે તરલાને જોઈ હતી, તરલાની ખુબસુરતી વિશે સાંભળ્યું હતું. તરલા અત્યારે જ નજર આગળ ઉભી હોય એમ લાગ્યું, અને તરલ [૧] આંખે તરલાનું ગૌરવદન, સ્મીત હાસ્ય અને માંસલ શરીર નિહાળતાં ચિત્તવૃત્તિનો ખળભળાટ અનુભવવા લાગ્યો.

'હા ! ઘણું કરીને મ્હેં જોઈ છે ખરી.'

'તરલાને વખતે હમણાં નહી જોઈ હોય પણ એના ભવિષ્યના પતિ સુમનલાલને તો ઓળખતા જ હશો, એ તો જાણીતા છે.'


  1. ૧ ચંચળ.