પૃષ્ઠ:Tarlaa.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
નણંદ ભોજાઈ.


છે. એક અપવિત્ર છે એ જાણતાં બીજાની શી સ્થિતિ થાય તે સમજી શકાય એમ નથી. મ્હારા શિવાય-મ્હારા બદલે બીજીને સ્થાન આપ્યું છે એ જાણતાં જ મ્મહારું હદય ચીરાઈ જાય–ગયું તરલા? આખું આભ તૂટી પડયું. હું મ્હારા પતિ માટે, પતિના સ્નેહ માટે, અભિમાન કરતી પણ જ્યારે તેમના જ ઉપર કોઈ બીજીને–ચાર બદામની મહેતીજીનો કાગળ આવ્યો–મ્હેં તે વાંચ્યો ત્યારે શું થયું હશે તે, બ્હેન ! ત્હારાથી સમજાય એમ નથી. તરલા ! આપણે પણ એ રસ્તો પકડીયે તો આપણા પતિને પણ એમ જ થાય. કેટલો વિશ્વાસ! કેવો વિશ્વાસ! પિંગળાના વિશ્વાસમાં ફસાયેલા ભર્તુહરીને તેની બેવફાઈ જાણીને ધા લાગ્યો હતો તેવો જ ઘા મને લાગ્યો છે.'

ચંદા બોલતાં બોલતાં ઉશ્કેરાઈ ગઈ હતી. આંખમાંથી ચોધાર આંસું ચાલતાં હતાં. સ્નેહ સંભારી સંભારી રોતી હતી.

'તરલા! હું મ્હારા પતિને બેવફા નહોતી માનતી. મારે કાને વાત આવી તો મ્હેં એકદમ માની નહીં–માની નહોતી. માણસ જાત છીયે, પાપથી ભરેલાં છીએ, કે પ્રસંગને લીધે મનોનિગ્રહ ન હોવાને લીધે ભૂલ કરી, તેમ એમણે કરી હશે, પરંતુ મારા ઉપરનો સ્નેહ તો કાયમ જ હશે. પણ જ્યારે કાગળથી જણાયું કે આવો છૂપો સંબંધ ઘણા દિવસનો છે ત્યારે તો મ્હારી હિમત ન રહી. સ્નેહીને દગો! એક નિર્દોષ, વિશ્વાસુ પત્નીના સ્નેહ ઉપર કાતર! તરલા ! આટલે વર્ષે, મ્હોટાં છોકરાંની નજરે મારી અને એમની શી આબરૂ?'

'ભાભી! ભાભી ! છાનાં રહો. હું તમારી સ્થિતિ સમજું છું, પણ મારે પણ કહેવું જોઈએ કે ભાઈ હવે બહુ પસ્તાય છે. એમના સામું જોવાનું નથી. મારો ભાઈ ઉંચેથી નીચે જોનારો નહી તે જ નીચેથી ઉચે જોઈ શકતા નથી. ભાભી ! જે કીકી-ગનુ વગર ભાઈને ગમે નહીં તે જ ભાઈ છોકરાંને જોઈ આંખમાં પાણી લાવે છે. તમારો ગુન્હેગાર છે, પત્નીના હૃદયને પોતે ચીરી નાખ્યું છે, એમ તે સમજે છે, અને ભાભી એની ભૂલ છે, ગંભીર દોષ છે, છતાં ત્હમને ચાહતો નથી