પૃષ્ઠ:Tarlaa.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


એમ નહી. પેલો સ્નેહ નથી માત્ર પાપવાસના છે. એ વાસના ઉપર હવે એ જય મેળવશે–મેળયો છે. પતિતને પાવન કરવાનું સાધન સ્ત્રીઓ છે–પવિત્ર સ્ત્રીઓ છે. ભાભી, ત્હમારી પવિત્રતા, ત્હમારી પ્રીતિથી એ ત્હમારો છે ને ત્હમારો થશે. ત્હમે એને માફ આપશો કે કેમ ?

“હતાં તેવાં પાછાં વરવધુ અમે તે થઈ ગયાં.”

“એમ તમે થશો કે કેમ એ હજાર વાર પૂછે છે.'

ચંદા તરલાના સામું જ જોઈ રહી ને બોલી, 'તરલા ! એમને હવે થાય છે એ જાણું છું અને પાપ કરનારને અંતઃકરણનો ચાબુકનો માર ઓછો નથી. પણ ક્ષમા? એ ક્ષમા કેવી રીતે અપાય ? શું હું મારી જાતે બીજીની સાથેનો વ્યવહાર જોઈ રહું? તરલા! પતિના સ્નેહનો ત્હમને હજી પુરેપુરો અનુભવ નથી. લગ્ન પહેલાના સ્નેહનો અનુભવ છે પણ પતિ પત્નીના સ્નેહનો અનુભવ નથી. પતિ કે પત્નીથી પોતાની પ્રિય વસ્તુ બીજાની થાય તે ન જોવાય હો ! શું એને ભૂલી જશે? મ્હને પાછી હૃદયમાં રાખી શકશે? હવે જે પહેલાં સુખ હતું તે જ દુઃખ છે. શું પુરૂષો વાસ્તવિક રીતે સ્ત્રીને ચાહ્ય છે ખરા ? એ અમારા સ્નેહના ભૂખ્યા છે કે અમારા યૌવનના-રૂપના ? અમારું રૂપ, અમારું સૌદર્ય. અમારી શક્તિ ગયાં હોય તો ત્હેના જવાબદાર પુરૂષ જ છે. તેમ ન હોય તો પછી અમને છોડી બીજે શા માટે જાય ? પત્ની તરીકે, ગૃહિણી તરીકે એમનાં છોકરાંની માતા તરીકે મારામાં જે હતું તે મ્હેં એમને માટે વાપરી નાખ્યું. હવે જ્યારે મ્હારામાં કાંઈ રહ્યું નથી ત્યારે એ બીજી– તરલા ! એનો વિચાર જ આવતાં કંપારી છૂટે છે. અરે ! મ્હારા જ - ઘરમાં એમણે મ્હારી અનેકવાર ટીકા કરી હશે. તરલા ! ના. નહી બને! એમનો ઢોંગ છે, એ મને છેતરે છે. હવે એ મને ચાહ્ય છે ? ન બને. આ જ ગનુને ભણાવતાં પહેલાં મ્હને કેટલો આનંદ પડતો, અત્યારે એ જ ભારરૂપ લાગે છે. હું શા માટે ભણાવું? છોકરાં ન હત તો કેવું સારું! પશ્ચિમમાં સ્નેહનો તિરસ્કાર થાય છે. આમ જ એકબીજાનાં