પૃષ્ઠ:Tarlaa.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
પાર્ટી.

જ અહીં આવ્યા હશે. પણ મને એકલી ન દેખી એમને એમ ચાલ્યા ગયા.' ભૂજંગલાલ પોતાને માટે જ બાનું કાઢી આવ્યો હતો એમ માની લીલા મલકાતી હતી. આવા નજીવા કારણ માટે ભૂજંગલાલ ન આવે એ વસન્તલાલ જાણતો હતો એટલે એ વિચારમાં પડયો હતો. તરલા વળી વધારે મુંજાઈ હતી. ભૂજંગલાલ એક મિનિટ આવ્યો શું ને ગયો છું. એની સાથે બોલ્યો જ નહી. છતાં બન્નેની આંખ મળી તે વખતે બને બોલવા ઈચ્છતાં હતાં. એ સઘળું સંભારી ભૂજંગલાલની આ વર્તણુંક એને વિચિત્ર લાગી.


પ્રકરણ ૧૫ મું.
પાર્ટી.

વિજળીના દિવા, ધજાપતાકા, કુદરતી અને બનાવટી કુલઝાડોથી બંગલે--બંગલાનો બાગ શોભી રહ્યો હતો. બંગલાના ઉપલા વચલા હોલમાં આકર્ષક આયનાઓ અને છબીઓ ભીત ઉપર નાખ્યા હતા, અને ત્હેમાં જાણેઅજાણે ભેગાં મળેલાં સ્ત્રી પુરૂષો પોતાના ચહેરા જોતાં હતાં. લુગડાં, ઘરેણાં નિહાળી પોતપોતાના સૌંદર્ય માટે ખુશ થતાં હતાં.

હાલના દાદર સુધી બન્ને બાજુ પ્રસંગને અનુસરતા ડ્રેસ પહેરી પટાવાળાઓ, આવતા ગૃહસ્થ અને બાનુઓને રસ્તો બતાવવા, એમના બૂટ સાફ કરવા, લાકડી વગેરે લઈ લેવા હાજર હતા.

લીલા અને ત્હેની માતા આવ્યાં, લીલાએ આજ પોતાના મનથી સારામાં સારો ડ્રેસ પહેર્યો હતો. પોતે ગૌરવદનની હતી એટલે સફેત સાડી જ શોભશે એમ માની હાલ ને હાલ રેશમી ધોળી સાડી મંગાવી અંદર રૂપેરી ઝીકનાં કુલ ભરી તૈયાર કરાવી, ભરેલો કબજો, સફેત મેતીની સેર, મોતીની બંગડીઓ, હીરાના એરીંગ પહેર્યાં હતાં. દાદર ઉપર ચઢતાં વિજળીના દિવાના પ્રકાશથી ઝળક્તાં ઘરેણાનું તેજ પોલીસવાળા મારબલના દાદર ઉપર પડતું હતું, અને લીલાની