પૃષ્ઠ:Tarlaa.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


છાતી આનંદથી ઉછળતી હતી. ઉપર હોલમાં જતાં જ સામે મોટા આયનામાં પોતાની આખી છબી પડી. અચાનક જ સામા એક સ્ત્રીની છબી જોતાં એને એમ જ થયું કે કોઈ બીજી સાંદર્યવાન સ્ત્રી આવી ઉભી છે. લીલાને એની ખુબસુરતી–સ જોતાં ક્ષણવાર અદેખાઈ આવી. પણ બીજી પળે ચહેરો જોયો તે તે તો પોતાનો જ. સામી ઉભેલી ખુબસુરત સ્ત્રી પોતે જ છે એમ ખાત્રી થઈ ત્યારે જ લીલાના મ્હોં ઉપર આનંદ છવાયો. આવી પાર્ટીઓમાં, મજલસમાં પરોણાને આવકાર આપવાનું કામ કેટલાકને બહુ ગમે છે અને એવાને જ એ કામ સોંપવામાં આવે છે. લીલાને આવતી જેઈ આ ગૃહસ્થ સામો ગયો ને બોલ્યો, 'પધારો! વહેલાં આવ્યાં તે સારું કર્યું. ઘણાંને એવી ટેવ હોય છે કે પોતે કાંઈ છે એમ બતાવવા અડધી પાર્ટી થયા પછી જ આવે છે. આજ ત્હમે બધાંની આંખે આવો એવો ડ્રેસ પહેર્યો છે. ચાલો, પીઆનો કે હાર્મોનિયમ ઉપર એક ગાયન સંભળાવો. હું વગાડું ને ત્હમે ગાઓ.'

મોહનલાલના મીઠા શબ્દથી કહો અથવા મેહનલાલના અપ ટુ ડેટ ડ્રેસ અને આકર્ષક ચ્હેરાથી કહો પણ ગમે તેમ લીલાથી ના કહેવાઈ નહી અને ગાયન શરૂ થયું.

ખીલી ખીલી રહી આ કેવી ચંદા
સરે મંદમંદા, આનંદે ગગનમાં
જાય સરતી રૂપેરી વન વનમાં
જુએ ઝાંખી ઝાંખી આછી ઘનમાં
પવનમાં, ભુવનમાં, વ્હાલાના વદનમાં.

હાર્મોનીયમના સુર સાથે લીલાના મધુર સુર-ગાયનની લહેક અને ગાનાર વગાડનારના ભાવ મળતાં સાંભળનારના હૃદયમાં થનથનાટ કીધો. મેહનલાલનું આખું શરીર ડોલતું હતું. ગાયન પુરૂં થયું ને મોહનલાલ બોલ્યા, 'લીલા ! ત્હમને આવું સરસ ગાતાં આવડતું હશે એ હું જાણતો નહતો.'