પૃષ્ઠ:Tarlaa.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
તરલા અથવા ઉર્મિનો આવેગ

 'બનતાં સૂધીને! પણ આજ બનવાનું જ નથી. ચાલે જ નહી.'

આજ પળે ભૂજંગલાલ તરલા પાસે આવ્યો. તરલાને નમન કર્યું, પણ તરલા તે વાત ઉપર જરાએ ધ્યાન ન આપતાં મેહનલાલ સાથે ગઈ. જે ભૂજંગલાલની સાથે વાત કરવા, જેના સ્મિતહાસ્ય માટે સોસાયટીમાં હરીફાઈ ચાલતી તે ભૂજંગલાલ જાતે તરલા પાસે આવ્યો, તરલાને નમન કર્યું તે જ ભૂજંગલાલનું આમ તરલાએ અપમાન કર્યું એ ભૂજંગલાલની ભવિષ્યની પત્ની લીલાથી સહન થયું નહીં. પરંતુ અત્યારે કાંઈ થાય એમ નહોતું અને તેમાં પોતાને પ્રિય ભૂજંગલાલ પાસે જ હતો એટલે એના સહવાસમાં ક્ષણવાર વાત વિસારે પડી. ભૂજંગલાલ અને લીલા એકલાં પડ્યાં. ઘણા સમયની એકઠી થયેલી વાતો થઈ. એમનાં જેવાં જ સ્નેહાળ દંપતીઓ, થનારા વરવધુઓનાં ટોળાં મળ્યાં હતાં–મળતાં હતાં તે જોતાં બન્ને ફરવા લાગ્યાં. ગરબી ગવાઈ, હાર્મોનિયમની સાથે પુરૂષ વર્ગમાંથી એકાદ જણે ગાયન ગાયું, અત્તર, ગુલાબ સુગંધીદાર પદાર્થોની છોળો ઉછળી અને ચોગરદમ સુગંધ પ્રસરી રહી. દિવ્ય અને પાર્થિવ એટલે સ્વર્ગીય અને દુનિયાનો સ્નેહ પોતાની સત્તા આ સ્થળે ચલાવી રહ્યો હતો. ત્યાં ભેગાં થયેલાંમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં સ્નેહનાં સ્વપ્નાં આવતાં હતાં. સમસ્ત મંડળમાં લીલા અને તરલાના મ્હોં ઉપર લાગણીનો આવેગ પ્રસરી રહ્યો હતો અને ત્હેમાં તરલા–સ્હવારની તરલા નહોતીઃ શાન્ત, નમ્ર તરલાને બદલે ઉન્મત્ત-મદોન્મત્ત તરલા હતી.

'શું તરલા મારા કરતાં વધારે ખુબસુરત લાગે છે? આજ બધાં એની તરફ જ જોય છે માટે ઉશ્કેરાઈ ગઈ છે ? આખી પાર્ટીમાં સર્વ કોઇ એની તરફ જોઈ રહ્યું છે, માટે ઉશ્કેરાઈ છે? બધાંને કેવા અંજાવી નાખ્યાં છે એમ એના મનમાં હશે? બધાને અંજાવી નાંખ્યા - હશે? શું ભૂજંગલાલને પણ?' આ વિચાર આવતાં લીલા ઢીલીઢબ