પૃષ્ઠ:Tarlaa.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
તરલાની પાછળ લાગેલો સાપ.


હતી કે કેમ ? એ કંપારી ભૂજંગલાલ સાથે વાત કરવાના પાપની. હતી કે કેમ? તે સમજી નહી.

સુમનલાલ તરલા પાસે ગયો. ‘મુંબાઈની મજામાં મને તો ભૂલી ગયાં હશો' એમ બોલ્યો. અનેક પતિપત્ની સહજ ઈર્ષા, પોતે જ સારા ને સામા ખરાબ એ વિચારે, પોતે જ ચાહ્ય છે ને સામા ચાહતા નથી એ વિચારે ઘણીવાર અમુક શબ્દ બોલી જાય છે, પણ જાણતા નથી કે તેથી કેટલાં ગંભીર પરિણામ આવે છે. તરલાને સુમનલાલનો આ પ્રશ્ન આ વખતે ન રૂચ્યો.

'તરલા ! કેમ બોલતી નથી ? ત્હારા ઉપર મ્હારો કેટલે સ્નેહ છે? ત્હારા વિના બે દિવસ કેવા કાઢ્યા છે તે મારું મન જાણે છે.'

‘કીકો ક્યાં ?'

આ જ પળે ભૂજંગલાલ આવી ચડ્યો. વલસાડના સ્ટેશને તરલાથી છૂટા પડ્યા પછી ભૂજંગલાલની સ્થિતિ વધારે વિલક્ષણ થઈ હતી. તરલા વધારે નજીક જણાઈ. ત્હેને તરલા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ન લાગી. એની સાથે ભવિષ્યના સુખનાં સ્વનાં અનુભવવા લાગ્યો.

સુરતના સ્ટેશનનાં પગથીયાં ઉતરી ભૂજંગલાલ બહાર તરલા અને સુમનલાલની વાટ જોતે ઉભો રહ્યો. 'ગાડીમાં બેસતાં બેસતાં કદાચ મ્હને એકાદવાર બોલાવશે, આવવા કહેશે, છેવટે ડોકું એ નમાવશે' એ આશાએ ભૂજંગલાલ બ્હાર ટાઢમાં થરથર ઉભો. પરતુ બીજી જ પળે ભૂજંગલાલની નજર સુમનલાલ ઉપર પડી, અને ત્યારે જ એને લાગ્યું કે તરલાના જીવનનો આધાર, તરલાનું અત્યારનું જીવન તો ત્હેનો કરી માનેલો પતિ, સુમનલાલ જ છે. તરલાનો વિવાહ સુમનલાલ સાથે થયો છે. તરલા સુમનલાલને જ પરણશે એ ભૂજંગલાલ જાણતો હતો, છતાં તરલા મુંબાઈ આવી ત્યારે-તરલા મુંબાઈમાં રહી ત્યારે–સુરત પહોંચીને ઘોડાગાડીમાં બેઠી ત્યાં સુધી એ વાત જ વિસરી ગયો હતો. તરલા પોતાના શરીર અને સ્નેહના માલિકની ગ