પૃષ્ઠ:Tarlaa.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
સુરતમાં તરલા.


ભૂજંગલાલ, સુમનલાલને–એના ઈર્ષાળુ [૧] સ્વભાવને ઓળખતો એટલે એને ઉત્તર આપ્યા વિના જ તરલાને કહ્યું.

'હરકત ન હોય તો મળવા આવું?'

'અમને આપની કમ્પનીનો લાભ મળશે. અમે સોમવારે ઘેર જ રહીયે છીએ.'

ગાડી ચાલી અને શરીરો ઘસડાયાં.

પ્રકરણું ૧૮ મું.
સુરતમાં તરલા.

તરલાનાં વૃદ્ધ માબાપ ઘરમાં જ હતાં. પરંતુ હવે ધરનો સઘળો કારભાર તરલા તેમ જ સુમનલાલને સોંપ્યો હ. તરલા કેળવાયેલી, ડાહી, ઘરરખુ અને નીતિમાન હતી એટલે માબાપને તરલા તરફનો જરાયે ઉચાટ નહોતો. બહુ પરિચય–સંબંધથી માન જતું રહે છે એટલે અને નાનપણથી જ સુમનલાલ સાસરામાં રહેતો હોવાથી પતિ તરફ પૂજ્યભાવ આવવો જોઈએ, સમાનભાવ આવવો જોઈએ તે ભાવ તરલાને આવ્યો નહોતો. મ્હારા પિતાએ રાખ્યા છે, પિતાની વગથી ભણ્યા છે, પિતાની વગથી નોકરીએ રહ્યા છે, એ તરલાના મનમાંથી ખસતું નહોતું અને એને લીધે જ સુમનલાલને આવતો જોઈ તરલાનાં નેત્ર હસતાં નહી, તરલાનું હૃદય ઉછળતું નહી. તરલા સુમનલાલને ચહાતી એટલે એના તરફ લાગણી હતી. એ સ્નેહ મક્કમ છે કે કેમ એની પરીક્ષા કરવાનો, એની કસોટીમાંથી પસાર થવાનો પ્રસંગ આવ્યો નહતો. મુંબાઈ ગઈ, ત્યાંની સોસાયટી જોઈ ભૂજંગલાલના પરિચયમાં આવી ત્યારે જ સુમનલાલ અને ભૂજંગલાલની સરખામણી કરવા લાગી. તરલાની કેળવણી જ એવી હતી. એનું મગજ કેળવાયું હતું, એનું હૃદય કેળવાયું નહોતું. પતિ કે પત્ની પસંદ કરવામાં અન્તર


  1. ૧. અદેખો.